Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

જામનગરમાં રૂ.૧.૨૦ લાખના જીરાની ચોરી

ડો. સુમીતાબેનને પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ

જામનગર, તા.૨૪ : અહીં પંચ એ પોલીસ સ્ટેશનમાં મીલનકુમાર લક્ષ્મીદાસ કોટેચાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૮–ર૦૧૮ના જામનગર સહકારી ઔધોગીક સંઘ લી ના પ્લોટ નં.–૧૧૯ માં શ્રી હરી કલીનીંગ નામની ફેકટરીમાં  આ કામના આરોપી કોઈ અજાણ્યા ચાર ચોર ઈસમો દિવાલ ટપી અંદર પ્રવેશ કરી ગોડાઉનમાં રાખેલ જીરૂ ભરેલ બાચકા નંગ–૩ર કુલ વજન ૯૬૦/– કુલ કિંમત રૂ.૧ર૦૦૦૦/– ના જીરાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

 મારકૂટ કરી ત્રાસ

જામનગર : અહીં લીમડા લાઈનમાં રહેતી સુમીતાબેન મનોજભાઈ બાલક્રિષ્ન ખત્રી એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તેણીનો પતિ મનોજ ખત્રીએ પત્નિ ડોકટર હોય તેને તું પુરતું કમાતી નથી ફરીયાદી તથા તેના પુત્રને વાપરવાના પૈસા બાબતે જેમતેમ બોલી તને કમાવા માટે જ રાખેલ છે અને રજાના દિવસોમાં પણ દવાખાનું ખોલવા દબાણ કરી ગાળો કાઢી અવાર નવાર મારકૂટ કરી શારિરીક માનસિક દુઃખ ત્રાસ આપી ગુન્હો કરેલ છે.

ધ્રોલમાંથી આંકડાશાસ્ત્રી ઝડપાયો

જામનગર : ધ્રોલ પોલીસ મથકના એચ.એચ.ડોરીયાએ તા. ર૩ ના રોજ મેમણચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા હનીફ ઉર્ફે પંચુ દાઉદભાઈ મરછીયા ને વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડ રૂ. ર૧૪૦ તથા મોબાઈલ ૧ મળી કુલ રૂ. ૩૧૪૦ સાથે ઝડપી પાડયો હતો.

બે બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર : બેડી મરીન પોલીસ મથકના આર.એન.હેરમાએ તા. ર૩ ના રોજ ઢીચડા રોડ પર આવેલ સ્કૂલ પાસેથી આ કામેના આરોપીઓ મુસ્તાક ઉર્ફે ભુપત ઓસ્માણ ગંઢાર અને આમીન ગુલામ રાજાણીને ઇગ્લીશ દારૂની બે બોટલ સાથે ઝડપી પાડયા હતા.

ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત

જામનગર : લાલપુર તાલુકાના માધુપુર ખાખાવાડી વિસ્તારમાં રહેતા સુભાષભાઈ મોહનભાઈ કોળીએ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. રર ના રોજ તેમની ૧૪ વર્ષની દિકરી ઈનાબેન વાડીએ આવેલ મકાનમાં બહાર બળતણ લેવા જતા ત્યાં ઝેરી સાપ જેવું જનાવર કરડી જતાં સારવાર અર્થે જામનગર લાવતા સારવાર બાદ તેણીનું મૃત્યુ નિપજેલ છે.

કામળીયાવાસમાં ઘોડીપાસાનો જુગાર રમતા છ ઝડપાયા

જામનગર : અહીં સીટી ભએભ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૮–ર૦૧૮ના રામસાયકલવાળી ગલીમાં , કામળીયાવાસ ના ચોકમાં લીમડા નીચે, જામનગરમાં આ કામના આરોપી હેમત અમજીભાઈ પરમાર, ખીમજી દોલુભાઈ પરમાર, જીનાભાઈ સોમાભાઈ પરમાર, મુકેશ ઉર્ફે મુકલો કારાભાઈ રાઠોડ, જીતુભાઈ બુધાભાઈ સોલંકી, અશોકભાઈ અભુભાઈ પનસારા, રે. જામનગરવાળાઓ જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે દાવ લગાડી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧૦,ર૯૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(3:45 pm IST)