Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ખંભાળીયાનાં બેરાજા ગામની સીમમાં જુગાર રમતા ૫ મહિલા સહિત ૧૫ શખ્સો રૂ. ૧૫.૯૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા

ખંભાળીયા, તા.૨૪: દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ તથા મદદાનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે (ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક)નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ હાલમાં શ્રાવણ માંસ અનુસંધાને જુગારની અસામાજિક પ્રવૃતિ ફુલીફાલી રહેતી હોવાથી આવી પ્રવૃતિ સદંતર બંધ રહે અને તહેવારો શાંતિમય રીતે ઉજવાય તે માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સ. એલ.ડી. ઓડેદરાને તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અરજણભાઇ આહીર તથા મસરીભાઇ આહીરને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ ખંભાળીયા તાલુકાના બેરાજા ગામની સીમમાં વાડી માલીક ગોવિંદભાઇ મેરામણભાઇ ચાવડા તેની કબ્જાની વાડીના મકાને જુગારનો અખાડો ચલાવતા હોવાની હકકીત આધારે આ જુગારના અખાડામાં રેઇડ કરતા કુલ ૧૦ પુરૂષો અને પ સ્ત્રીઓને ઝડપી પાડ્યા હતા.

જેમાં ગોવિંદભાઇ મેરામણભાઇ ચાવડા આહીર રહે. બેરાજા ગામ તા. ખંભાળીયા, મનોજભાઇ માલદેભાઇ ચંન્દ્રાવાડીયા આહીર રહે. ખજુરીયા ગામ તા. ખંભાળીયા, પરબતભાઇ વિક્રમભાઇ ભોચીયા આહીર રહે. ખંભાળીયા, રાજેશભાઇ ઉર્ફ્રે બાપુ બાલનાથ ગોસાઇ બાવાજી રહે. સીકકા તા.જી. જામનગર, રામદેભાઇ હરદાસભાઇ મશુરા ગઢવી રહે. હર્ષદપુર તા. ખંભાળીયા, રાજાભાઇ પબાભાઇ ડેર આહીર રહે. મોટી ખોખરીગા તા. ખંભાળીયા, પ્રદીપભાઇ લીલીધરભાઇ ભોજવાણી લુહાર રહે. સીકકા તા.જી જામનગર, ખીમાભાઇ જીવાભાઇ દેથરીયા જાતે આહીર રહે. હસ્થળ ગામ. તા. ખંભાળીયા, ભરતભાઇ રાજુભાઇ પરમાર વાણંદ રહે. બેરાજા ગામ તા. ખંભાળીયા, રાયસીભાઇ ખેંગારભાઇ નાયાણી હિન્દુવાધેર રહે. શીવરાજપુર વાડી વિસ્તાર તા. દ્વારકા, સુનીતાબેન રાયસીભાઇ ખેંગારભાઇ નાયાણી રહે. શીવારાજપુર વાડી તા. દ્વારકા, હંસાબેન જીતેન્દ્રભાઇ હિંગોરીયા બારોટ રહે. જામનગર, ઉર્વશીબા મનહરસીહ ચુડાસમા દરબાર રહે. જામનગર, જયાબેન મારખીભાઇ ગોજીયા આહીર રહે. ગોકુલનગર જામનગર, નયનાબેન રાજેશભાઇ બામણીયા કોળી રહે. પટેલ પાર્ક શેરી નં. ૬ જામનગરની  ઘરપકડ કરી છે.

પોલીસે રોકડા રૂ. ૪,૧૫,૪૦૦/- મોબાઇલ ફોન નંગ-૧૫ કિ. રૂ. ૪૪,૦૦૦/- વાહનો-૪ કિ.રૂ ૧૧,૩૫,૦૦૦/- મળી કુલ કિ. રૂ. ૧૫,૯૪,૪૦૦/- ના મુદામાલ સાથે જુગારધામ પકડી ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રેકર્ડ કરવી આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

આ કાર્યવાહીમાં એલ.સી.બીના PIએલ ડી ઓડેદરા, PSI વી.એમ. ઝાલા,  ASIભરતસીહ જાડેજા, હબીબભાઇ મલેક HCઅરજણભાઇ એ. આહીર, અજીતભાઇ બારોટ, મસરીભાઇ આહીર, અરજણભાઇ મારૂ, કેસુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા PC સહદેવસીહ જાડેજા Dri PCહસમુખભાઇ કટારા તથા પો.સ.ઇ કે.એન ઠાકરીયા અને ખંભાળીયા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

(3:44 pm IST)