Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

જસદણની ૧૩.૬૬ લાખની આંગડીયા લુંટનો ભેદ ઉકેલતી રૂરલ ક્રાઇમ બ્રાન્ચઃ પ શખ્સો પકડાયા

દિલીપ સોલંકી, વનરાજ મોરી, નરેશ સોલંકી, તથા વિપુલ કોળીએ કડકાઇ દુર કરવા આંગડીયા લુંટનો પુર્વયોજીત પ્લાન ઘડયો'તોઃ રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડાની ટીમને સફળતા

 

તસ્વીરમાં આંગડીયા લુંટમાં પકડાયેલ પાંચેય શખ્સો (નીચે બેઠેલા) જણાય છે. પાછળ રૂરલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૪: જસદણ નજીક રર દિ' પુર્વે થયેલ ૧૩.૬૬ લાખની આંગડીયા લુંટનો ભેદ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી પ શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલ આરોપી પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૦૨/૦૮/૨૦૧૮ ના જસદણ ખાતે આવેલ મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢીના કર્મચારી અમિતકુમાર હરેશભાઇ નાયક રહે. ઢસા  તથા સાહેદ વસંતભાઇ ઉર્ફે રદ્યુભાઇ ચંદનભાઇ પટેલ બન્ને  આંગડીયા પેઢી ની ઓફીસ ખાતેથી રોકડ રૂપિયા ૨,૭૦,૦૦૦/- તથા હિરા ના જુદી જુદી સાઇઝ નાં  પાર્સલ નંગ-૧૩ કિંમત રૂપિયા ૯,૬૦,૦૦૦/- નાં લઇને મોટર સાયકલમાં નિકળેલ તે દરમ્યાન જસદણ થી આટકોટ તરફ જતા રોડ ઉપર ધ્રૃવ જીન પાસે રાત્રીના આઠેક વાગ્યાના સમયે પાછળથી એક સફેદ કલર ની ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી તેઓને પછાડી દઇ, ફોર વ્હીલ ગાડી માંથી એક ઇસમ આવી, ફરીયાદી પાસે રહેલ રોકડ રૂપિયા તથા હિરા ના પડીકા ભરેલ થેલો મળી કુલ રૂપિયા ૧૨,૩૦,૦૦૦/- ની લુંટ કરી નાશી ગયેલ હતા. જે બાબતે જસદણ પોલીસમાં ગુન્હો નોંધાયેલ હતો.

દરમિયાન રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા ટીમે આંગળીયા લુંટનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રૂરલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રહીમ દલને મળેલ બાતમીના આધારે આ લુંટમાં સંડોવાયેલ  (૧)દિલીપ ઉર્ફે દીલો રાદ્યવભાઇ સોલંકી, જાતે.તળપદા કોળી, ઉ.વ.૨૭, રહે.સોમલપર, તા.વિંછીયા, (૨)વનરાજ ઉર્ફે વનરૂ ભુપતભાઇ મોરી જાતે.તળપદા કોળી ઉ.વ.૨૦, રહે.સોમલપર, ભડલી રોડ સીમ વિસ્તાર, તા.વિછીયા    (૩) વિપુલ ઉર્ફે શેઠ ઉર્ફે વિપો ભનાભાઇ શિયાળ જાતે.તળપદા કોળી ઉ.વ.૨૩, રહે.સોમલપર, ધાર પાછળ, તા.વિછીયા (૪)  નરેશ ઉર્ફે મગો માવજીભાઇ સોલંકી, જાતે.તળપદા કોળી, ઉ.વ.૨૧, રહે.સોમલપર, તા.વિંછીયા તથા (૫) ભનાભાઇ કડવાભાઇ શિયાળ જાતે.તળપદા કોળી ઉ.વ.૫૫ રહે.સોમલપર, ધાર પાછળ, તા.વિછીયાને દબોચી લીધા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી નં. (૧) થી (૪) નાઓએ પુર્વયોજીત કાવત્રુ રચી બે દિવસ અગાઉ જસદણ ખાતે આવી, આંગડીયા પેઢીના કર્મચારીઓ કયારે આવ જા કરે છે તેની રેકી કરી હતી. બાદમાં બનાવના દિવસે આરોપીઓ પૈકી બે આરોપીઓ આંગડીયા ઓફિસની સામે વોચમાં બેસી તથા અન્ય બે આરોપીઓ ફોર વ્હીલ કાર લઇ આટકોટ રોડ વોચમા રહેલ અને આંગડીયા પેઢીની ઓફિસ ખાતે વોચમાં રહેલ આરોપીઓ દ્રારા આંગડીયા પેઢીના કર્મચારીઓ ઓફિસથી નિકળેલ તેની આગળ રોડ ઉપર રહેલ આરોપીઓને ફોનથી જાણ કરી, તથા આંગડીયા પેઢીના કર્મચારીઓની પાછળ પાછળ મોટર સાયકલ લઇ પીછો કરી, રસ્તામાં આગળ ફોર વ્હીલ કાર લઇ ઉભેલ આરોપીઓએ પણ આંગડીયા પેઢીના કર્મચારીઓના મોટર સાયકલનો પીછો કરી, તેના મોટર સાયકલમાં પાછળ થી ફોર વ્હીલ કાર થી ટક્કર મારી (ભટકાડી) આંગડીયા પેઢીના કર્મચારીઓને પછાડી દઇ, મોટર સાયકલ માં રહેલ બે આરોપીઓ પૈકી પાછળ બેઠેલ આરોપી નીચે ઉતરી, આંગડીયા પેઢીના કર્મચારી પાસે રહેલ હિરા તથા રોકડા રૂપિયા ભરેલ થેલાની લુંટ કરી નાશી  ગયાની કબુલાત આપી હતી.  ત્યાર બાદ બીજા દિવસે ચારેય આરોપીઓએ ભેગા મળી લુંટ માંથી મેળવેલ રોકડા રૂપિયાનો ભાગ પાડી લીધેલ તથા હિરાના પેકેટ આરોપી નં. (૫) ને વેચાણ માટે આપી દીધેલ હતા. જે પોલીસે કબ્જે કરેલ છે. પકડાયેલ આરોપીઓએ કડકાઇ દુર કરવા આંગડીયા લુંટ કર્યાની કબુલાત આપી હતી.

પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી નંબર (૨) વનરાજ ઉર્ફે વનરૂ સ.ઓ. ભુપતભાઇ નાનજીભાઇ મોરી અગાઉ બોટાદ જીલ્લામાં ચીલઝડપ ના ત્રણ ગુન્હા તેમજ વિંછીયા પો.સ્ટે. માં ચીલઝડપ તેમજ જસદણ પો.સ્ટે.માં બાઇક ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ આરોપી નંબર (૪) નરેશ ઉર્ફે મગો માવજીભાઇ સુખાભાઇ સોલંકી અગાઉ બોટાદ જીલ્લામાં ચીલઝડપના બે ગુન્હામાં પકડાયેલ છે. પોલીેસે  આરોપી પાસેથી ૧ લાખ રોકડા હીરાના ૧૩ પેકેટ મોબાઇલ ફોન અને કાર સહિત ૧૩.૬૬ લાખનો મુદામાલ કબજે કરેલ છે.  આ કાર્યવાહી  એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ. ચાવડા તથા પો.સબ.ઇન્સ. એમ.આર. ગોંડલીયા, તથા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ની ટીમ દ્રારા કરવામાં આવેલ છે. (૪.૧૩)

(3:37 pm IST)