Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

કંપની સેક્રેટરીના એકઝીકયુટીવ અને પ્રોફેશ્નલ પ્રોગ્રામ પરીક્ષાના કાલે પરીણમો

રાજકોટ તા. ૨૪ : ધ ઇન્સટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (આઇસીએસઆઇ) દ્વારા જુન ૨૦૧૮ માં લેવાયેલ એકઝીકયુટીવ તથા પ્રોફેશ્નલ પ્રોગ્રામની પરીક્ષાનું પરીણામ કાલે તા. ૨૫ ના શનિવારે જાહેર થનાર છે.

પ્રોફેશ્નલ પરીક્ષાનું પરીણામ સવારે ૧૧ કલાકે અને એકઝીકયુટીવ પ્રોગ્રામની પરીક્ષાનું પરીણામ બપોરે ૨ વાગ્યે જાહેર થશે.

આઇ.સી.એસ.આઇ. રાજકોટ ચેપ્ટર પરીક્ષા આપેલ બધાજ વિદ્યાર્થીઓને ધ ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા રાજકોટ ચેપ્ટર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. સાથો સાથ ટયુશનની સુવિધા શરૂ કરાઇ હોય આ માટે રજીસ્ટ્રેશન અને વધુ માહીતી માટે ચેપ્ટરના કાર્યાલય ૨૧૬, ક્રિષ્ના કોનાર્ક-ર, ટાગોર રોડ, રાજકોટ (મો.૭૨૧૧૧ ૫૫૫૮૧) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૨)

 

(11:57 am IST)