Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

સોમનાથ બાયપાસથી કાજલી સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ઠેર ઠેર મોટા ખાડાઓ

પ્રભાસપાટણ તા ૨૪ : સોમનાથ બાયપાસ થી કાજલી સુધીનો દોઢ બે કિલોમીટરનો રસ્તો અતિ બીસ્માર હાલતમાં છે. રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ અને ડામરનું  પેવર નાં ધોવાણ થયેલ છે. આ રોડ ઉપર વાહન ચલાવવા અતિ મુશ્કેલ છે તેમજ આ રસ્તા ઉપર વેરાવળ કોડીનારને જોડતો હિરણ નદી ઉપર માકેસ્ટીંગ યાર્ડ કાજલીની રાજુમાં પૂલ આવેલ છે. તેની હાલત ખુબજ ખરાબ છે, મોટા ખાડાઓ પડી ગયેલ છે. આ ખાડાઓમાં પાણી ભરાવાને કારણે ખાડાઓ એટલા ઉંડા છે તેનો અંદાજ આવતો નથી અને બાઇકો વારંવાર સ્લીપ થવાના બનાવો બને છે. તેમજ પૂલ સાંકડો હોવાથી બે મોટા વાહનો આવે ત્યારે વારંવાર ટ્રાફીકની સમસ્યા સર્જાય છે.

 આ પૂલ ઉપરા ખાડાઓ પડવાનેકારણે પૂલ ઉપરથી મોટા વજનદાર ટ્રકો પસાર થાય છે અને તેના  થડકાને કારણેઆ પૂલ વધુ નબળો પડતો જાય છે. આ પૂલ જુનો હોવા છતાં ખુબજ મજબુત છે, પરંતુ પૂલ તુટે તો મોટી જાન હાની થઇ શકે છે અને વેરાવળ કોડીનારનો રસ્તો સંર્પૂર્ણ બંધ થાય તેવી હાલત છે. આમ મહત્વનો પૂલ હોવા છતાં તેને રીપેરીંગ કરવામાં આવતું નથી અને રોજના આ પૂલ ઉપરથી પાસાર થતા વાહન ચાલકો ખુબજ હેરાન પરેશાન થાય છે. છતા કોઇના પેટનું પાણી પણ હલતું નથી (૩.૧)

(11:56 am IST)