Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

માહીની પહેલ : માણાવદર - બાંટવા પંથકમાં પાશ્ચુરાઇઝડ દૂધ ઉપલબ્ધ

રાજકોટ તા.૨૪ : સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડયુસર કંપનીના સ્વચ્છ દૂધ અંગે લોકોને જાગૃત કરી અને તેના થકી સ્વાસ્થ્યપ્રદ દૂધ અપનાવતા કરવાના અવિરત પ્રયાસોને સફળતા મળી  છે. કંપની દ્વારા પાશ્ચરાઇઝડ દૂધ વિશે લોકોને જાગૃત કરવા ચલાવવામાં આવતા આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માણાવદર અને બાંટવા પંથકના કેટલાક ગામો કે જયા આજ દિન સુધી પ્રોસેસ કર્યા વિનાનું છુટક દૂધ જ લોકોના ઉપયોગમાં આવી રહ્યા હતા ત્યા હવે લોકો સ્વાસ્થ્યપ્રદ પાશ્ચયુરાઇઝડ માંહી દૂધ ૫૦૦ મીલી અને ૧ લીટરના પેકીંગમાં અપનાવતા થયા છે.

માણાવદર અને બાંટવા પંથકમાં પ્રોસેસ કર્યા વગરના છૂટક દૂધ ઉપયોગમાં વધુ હતો. માહી મિલ્ક પ્રોડયુસર કંપની દ્વારા આ પંથકમાં સ્વચ્છ, સ્વાસ્થ્યપ્રદ દૂધ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ અને લોકોને પાશ્ચુરાઇઝડ દૂધ પીવાથી થતા ફાયદાઓ, છુટક, કોઇપણ્ જાતના ચકાસણી કર્યા વિનાના દૂધથી થતા નુકશાન અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ગ્રામ્ય પંથકોમાં નવી રોજગારીનું સર્જન તો થયું જ છે પરંતુ તેની સાથે સાથે આ ગ્રામીણ વિસ્તારના લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઇ શકશે. કંપની દ્વારા પેકીંગમાં પાશ્ચુરાઇઝડ દૂધ ઉપલબ્ધ કરાવાતા પ્રથમ દિવસે જ ૨૦૦ લી.થી પણ વધુ દૂધ લોકો દ્વારા ખરીદ કરવામાં આવ્યુ હતુ. તેમ કંપનીના ચીફ એકિઝકયુટીવ શ્રી યોગેશ પટેલે જણાવ્યુ હતુ.(૪૫.૫)

(11:54 am IST)