Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ધોરાજીઃ ગણેશપરામાં ભર ચોમાસે પાણીની પરોજણ

 ધોરાજીઃ જામકંડોરણા રોડ પર આવેલ ગણેશપરા વિસ્તારમાં ર૦૦ કરતા વધારે પરીવારો રહે છે. આ ગરીબ પરીવારજનો છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની હાલાકી ભોગવી રહ્યા છે. ગણેશપરા વિસ્તારમાં કુવાબોરના પાણી પણ મોળુ અને ખરાસવાળુ છે. જેથી લોકોને દુર દુર પાણી ભરવા જવુ પડે છે. વળી ધોરાજીને પીવાનું પાણી પૂ રુ પાડતો ફોફળ ડેમ ૯૯ ટકા ભરાય  ગયો છે અને માત્રને માત્ર તંત્રની અણઆવડતને કારણે ગણેશપરા વિસ્તારના લોકો પાણી વિના હેરાન થાય છે.  તંત્ર આ લોકો માટે પાણીની વ્યવસ્ઉથા કયારે કરશે ? અત્યારે ગણેશપરાના લોકો પીવાના પાણીના મુદ્દે ભગવાન ભરોસે. કયારે પાણીદાર નેતાઓ પાણીની લાઇનો નખાવશે અને કયારે પીવાનું પાણી આપે અને મહીલાઓ પાણીના બેળાની લાઇનોમાંથી છુટકારો મળશે તેવો સવાલ મહિલાઓ ઉઠાવી રહી છે. તસ્વીરમાં પાણી માટે કતારમાં ઉભેલા બહેનો નજરે પડે છે. (૧૧.૬)

(11:54 am IST)