Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

કચ્છના છેવાડાના વિસ્તાર નલિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ સાથે વાત કરતા હંસાબેન ગદગદ થયા...

વીડિયો કોન્ફરન્સમાં અનિરૂધ્ધ દવેને જોઇ વડાપ્રધાને સહેજ રમૂજ કરી

ભુજ તા. ૨૪ : એક દિવસની ગુજરાત ની ટૂંકી મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વલસાડ, ગાંધીનગર અને જુનાગઢ નો વીજળીવેગે પ્રવાસ કર્યો હતો. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો આ પ્રવાસ નલિયાના હંસાબેન ભાનુશાલી સહિત કચ્છની ૮૯૮ જેટલી બહેનો માટે યાદગાર બની રહી હતી.પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડ ના જૂજવા થી કરી હતી. જૂજવા ગામેથી વીડીયો કોન્ફરન્સના માધ્યમ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના અન્ય તાલુકાઓ ની સાથે કચ્છમાં છેવાડાના નલિયાનો સંપર્ક કર્યો હતો.ઙ્ગ

પીએમ નરેન્દ્ર મોદીએ હંસાબેન સાથે કચ્છની ૮૯૮ બહેનોને આપી આ ભેટ

નલિયા મધ્યે કેન્દ્રની મોદી સરકાર ના પ્રતિનિધિ તરીકે સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતમા યોજાયેલ. વીડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, ઇન્ચાર્જ અધિક કલેકટર શ્રી જોશી, અબડાસા ના તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, કચ્છ ભાજપના મહામંત્રી અનિરુદ્ઘ દવે, અબડાસા તાલુકા પંચાયતના હોદ્દેદારો, આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના જૂજવા ગામે થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડીયો કોંફરન્સ દ્વારા નલિયા નો સંપર્ક કરતી વેળાએ નલિયા ના રહેવાસી હંસાબેન ભાનુશાલીને એક બહેન તરીકે વડાપ્રધાન ગ્રામીણ આવાસ યોજના દ્વારા બનાવેલા ઘરમાંઙ્ગ 'ઇ ગૃહપ્રવેશ' કરાવ્યો હતો. જયારે સાંસદ વિનોદ ચાવડાએ હંસાબેન ભાનુશાલીને જિલ્લા ના સાંસદ તરીકે મકાનની ચાવી અર્પણ કરી હતી.ઙ્ગ વડાપ્રધાન મોદીએ રક્ષાબંધનના પર્વને યાદ કરીને કચ્છમાં હંસાબેન ભાનુશાલીને પ્રતીક તરીકે 'ઇ ગૃહપ્રવેશ' કરાવ્યો હતો. છેક વલસાડ થી સરહદી નલિયા વિસ્તારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે વાત કરતા ગૃહિણી હંસાબેન ભાનુશાલી ગદગદ થઈ ગયા હતા. આ કાર્યકમ દરમ્યાન નલિયા સહિત કચ્છના દસે દસ તાલુકામાં તાલુકા પંચાયત દ્વારા યોજાયેલા કાર્યક્રમોમાં ૮૯૮ જેટલી બહેનોને રક્ષાબંધન ની ભેટ તરીકે વડાપ્રધાન ગ્રામીણ આવાસ યોજના હેઠળ બનેલા તેમના મકાનો ની ચાવી અર્પણ કરાઈ હતી. આમ વડાપ્રધાન મોદીએ કચ્છ સહિત રાજયની ૧ લાખ ૧૫ હજાર બહેનોનને રક્ષાબંધનની ભેટ રૂપે મકાનો અર્પણ કરીને 'ઇ ગૃહપ્રવેશ' કરાવ્યો હતો. આ કાર્યક્રમ બહેનો માટે પણ સુખદ રહ્યો. તેમને જમીન થી માંડી ને મકાન નું બાંધકામ સહિતનું બધું જ સરકાર દ્વારા અપાયું હતું.ઙ્ગ

અનિરુદ્ઘ દવે ને જોઈ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નલિયામાં હંસાબેન ભાનુશાલી ને પૂછ્યું હતું કે તેમને ઘર ગમ્યું છે? કયાંય કોઈએ લાંચ લીધી છે કેઙ્ગ ભ્રષ્ટાચાર કર્યો છે? હંસાબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે તેમને ઘર ગમ્યું છે અને કયાંય કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર જ તેમને ઘર મળ્યું છે. આ વાતચીત દરમ્યાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિરુદ્ઘ દવેને જોઈને હંસાબેન ને પુછ્યું કે આ દવે તો તમને કંઈ શીખવતો નથી ને ? જોકે, વડાપ્રધાન મોદીની આ કોમેન્ટ અંગે કચ્છને પ્રતિભાવ આપતા અનિરુદ્ઘ દવે એ વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી અને ભાજપના કાર્યકર્તા તરીકે પોતાના માટે ગૌરવ ગણાવ્યું હતું.(૨૧.૮)

(11:54 am IST)