Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ભુજમાં આરટીઓ એજન્ટે આઇડી હેક કરી ૩૦૦ વાહનોનું કર્યું રજીસ્ટ્રેશન : દોઢ કરોડનું કૌભાંડ હોવાની ચર્ચા

ભુજ તા. ૨૪ : ભુજમાં એક આરટીઓ એજન્ટે અન્ય સાગરીતો સાથે મળીને આરટીઓ સાથે આચરેલા દોઢ કરોડના કૌભાંડને પગલે ચકચાર મચી ગઇ છે. આ અંગે કચ્છ જિલ્લા આરટીઓ અધિકારી દિલીપ યાદવના જણાવ્યા પ્રમાણે કચેરીના હેડ કલાર્ક કેતન ધોળકિયા ના પાસવર્ડ હેક કરીને હર્ષ ઠક્કર નામના આરટીઓ એજન્ટે ૨૯૭ કાર અને ૧૪ કોમર્શિયલ ટ્રેઇલરોના દોઢ કરોડ જેટલા ટેકસ નું કૌભાંડ આચર્યું છે.

એક કાર ચાલક દ્વારા નવી સિરીઝ ના નંબર માગવામાં આવ્યા હતા ત્યારે આ નંબર બીજા કોઈને આપી દેવાયા હોવાનો ખ્યાલ આવતા આ અંગે તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારબાદ તુરત જ પોલીસને બોલાવીને કથિત આરોપી હર્ષ ઠક્કર અને તેને સાથ આપનારા અન્ય બે આરોપીઓ રક્ષિત ઠક્કર તેમ જ અભિષેક ઠક્કરને પોલીસને સોંપી તેમની વિરુદ્ઘ ફરિયાદ કરે છે. જોકે, ચોંકાવનારી હકીકત એ છે કે હર્ષ ઠક્કરે રૂ.  અઢી લાખ ખર્ચીને આઈડી મેળવી હતી. જોકે પોલીસ અને આરટીઓ એ આઈડી આપનારનું નામ તપાસ અર્થે ગુપ્ત રાખ્યું છે.

જોકે, આ કૌભાંડઙ્ગ વાહન ચાલકો સાથે વ્યકિતગત આચરાયું છે, આરટીઓ માં પૈસા ભરાયા ન હોવાથી સરકાર ને નુકસાની ન ગઈ હોવાનો દાવો ભુજ આરટીઓ કચેરીએ કર્યો છે અને હવે વાહનચાલકો ને એજન્ટો ને બદલે સીધો જ આરટીઓ કચેરીનો સંપર્ક કરવાની સુફીયાણી સલાહ આપવામાં આવી છે.આ ગુનો આચરનાર આરટીઓ એજન્ટ દ્વારા ટેકસના રૂપિયા નું શું કરાયું?ઙ્ગ બારોબાર ટેકસ ભરી દેવાયો તો પછી એ રકમ કયાં ગઈ? આ કૌભાંડ માં આરટીઓ કચેરીના કોઈ કર્મચારીઓ ની સંડોવણી છે ? આવા અનેક પ્રશ્નો ના જવાબ શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે. જોકે, ઝડપાયેલ આરટીઓ એજન્ટ હર્ષ ઠક્કરની પૂછપરછ બાદ જ સત્ય ઉજાગર થશે. પણ, આ કૌભાંડે ફરી એકવાર આરટીઓ માં ચાલતી એજન્ટ પ્રથા સામે સવાલો સજર્યા છે.(૨૧.૮)

(11:52 am IST)