Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ભાવનગરના ભોજપરાના પાટીયા પાસે ટ્રક હડફેટે ગોપાલ ઝાંઝવાડીયાનું મોત

ભાવનગર તા.૨૪: ભાવનગર નજીક ભોજપરા ગામના પાટી પાસે ટ્રેક હડફેટે ચડી જતાં યુવાનનું મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લામાં ભોજપરા ગામે રહેતા ગોપાલભાઇ ભુપતભાઇ ઝાંઝવાડીયા ઉ.વ.૨૫ તેના મોટરસાયકલ ઉપર જઇ રહયા હતા ત્યારે ગામનાં પાટીયા પાસે પુરપાટ ઝડપે ઘસી આવેલા ટ્રક નં. જી.જે. ૦૪ એજે ૯૧૦૯ ના ચાલકે હડફેટે લેતાં ગોપાલભાઇનું ગંભીર ઇજા થતાં ઘના સ્થળેજ કરૂણ મોત નિપજયું હતું. આ અંગે વરતેજ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.(૧.૧૨)

(11:52 am IST)