Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ઉપલેટામાં મહિલા સંચાલિત જુગારધામમાં ૧૧ મહિલાઓની ધરપકડ

ઉપલેટા, તા. ર૪ : રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તથા ના.પો. અધિક્ષક શ્રી ભરવાડની સૂચના અન્વયે આજરોજ પો.હેઙ કો. રમેશભાઇ બોદર, અરૂણભાઇ ખટાણા, નિલેષભાઇ ચાવડા, પો.કો. હરેશભાઇ બારૈયા તથા વુમન પો. કોન્સસ જયોતિબેન, સપનાબેન, પૂર્વીસાબેન એમ ઉપલેટા પોલીસ સ્ટેશને હાજર હતાં.

તે દરમિયાન પો.હેઙકો. રમેશભાઇ બોદરને મળેલી બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નં.૧માં રહેતા પુજાબેન અલ્પેશભાઇ હિરજીભાઇ ડેડાણીયા પોતાના રહેણાંક મકાને બહારથી મહિલાઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે જે અન્વયે રેડઇ કરતા (૧) પુજાબેન અલ્પેશભાઇ હિરજીભાઇ ડેડાણીયા રહે. ઉપલેટા લાતી પ્લોટ શેરી નં.૧ (ર) દક્ષાબેન મનસુખભાઇ મણવર રહે. ગીતાંજલી સોસાયટી ઉપલેટા (૩) અનસુયાબેન રમેશભાઇ ઝાલાવડીયા રહે. ડાયમંડ એપાર્ટમેન્ટ કોલકી રોડ ઉપલેટા (૪) અનિલાબેન કિશોરભાઇ કાલરીયા રહે. આદર્શ શેરી ઉપલેટા (પ) ગીતાબેન રમણીકભાઇ લાડાણી રહે. ઢાંકની ગારી-ઉપલેટા (૬) અનસુયાબેન અશોકભાઇ ડેડાણીયા રહે. આદર્શ શેરી ઉપલેટા (૭) લલીતાબેન રમણીકભાઇ ગોધાણી રહે. વલ્લભ એપાર્ટમેન્ટ રાજ માર્ગ ઉપલેટા (૮) સવીતાબેન વલ્લભદાસ વાડોદરા રહે. આદર્શ શેરી -ઉપલેટા (૯) કાજલબેન મુકેશભાઇ મારવાણીયા રહે. લાતી પ્લોટ શેરી નં.-૧, ઉપલેટા (૧૦) માયાબેન કિરણભાઇ કઢાણીયા રહે. વેસ્ટર્ન પાર્ક -ઉપલેટા (૧૧) રસીલાબેન અતલભાઇ પાદરીયા રહે. આદર્શ શેરી-ઉપલેટા વાળાને તીનપતીનો હારજીતનો જુગાર રમતા કુલ મુદામાલ રૂ. ૪૧૭ર૦- રોકડા સાથે પકડી પાડી ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. (૮.૮)

(11:52 am IST)