Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વાંકાનેરમાં જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા

તડામાર તૈયારીઓઃ ગત વર્ષના ફલોટસ અને વિસ્તાર સુશોભનના વિજેતાઓને ઇનામો અપાયાઃ યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા અને સંતો-મહંતોની ઉપસ્થિતીમાં મિટીંગ યોજાઇ

વાંકાનેર તા.૨૪: વાંકાનેરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જગતનો નાથ કાળીયો ઠાકર એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદીવસ ધામધુમથી ઉજવવા અને ગત વર્ષ ફલોટસ લાઇટીંગ, શુસોભન કરનાર જુદા જુદા વિસ્તારના કૃષ્ણ ભકતોને ઇનામો આપવાનો કાર્યક્રમ અત્રેના શ્રી ફળેશ્વર મહાદેવ મંદીરે શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાની ઉપસ્થિતીમાં મીટીંગ મળી હતી.

આ મીટીંગમાં ગાયત્રી શકિત્ત પીઠના મહંત શ્રી અશ્વીનભાઇ રાવલ, શ્રીરઘુનાથજી મંદીરના મહંતશ્રીના પ્રતિનિધીઓ, રાજગુરૂ શ્રી નાગાબાવાજી જગ્યાના મહંતશ્રી જગદીશગીરી બાપુ, શ્રીફળેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય સંચાલક શ્રી કાનજીભાઇ પટેલ (પટેલ બાપુ), વિશ્વ હીન્દુ પરિષદ વાંકાનેરના પ્રમુખ સંજયભાઇ નાગ્રેચા, ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડાયરેકટર સુરેશભાઇ પ્રજાપતી, વિ.હી.પના અમરશીભાઇ મઢવી, દિનેશભાઇ રાવલ, ધીરૂભાઇ બારભાયા, વાંકાનેર ક્ષત્રીય સમાજના પ્રમુખ વજુભા ઝાલા, સહીતના અગ્રણીઓ શહેરના જુદા જુદા વિસ્તારના કૃષ્ણભકતો વિગેરે બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ સર્વેનું સન્માન કરવામાં આવેલ ત્યારબાદ સંતો મહંતો અને અગ્રણીઓએ જણાવેલ કે ૩૩ વર્ષથી વાંકાનેરમાં ભગવાનશ્રી કૃષ્ણની શોભાયાત્રા નિકળે છે.

તે રીતેજ આ વર્ષ પણ ભગવાન શ્રી કૃષ્ણનો ભવ્ય રથ, શણગારેલા વાહનો સાથેની ભવ્ય શોત્રાયાત્રા જન્માષ્ટમીન દીને સવારે ૯-૦૦ વાગ્યે શ્રી ફળેશ્વર મહાદેવ મંદીરેથી નિકળશે શોભાયાત્રાના પ્રારંભે વાંકાનેરના રાજવી શ્રી દિગ્વીજયસિંહજી ઝાલાના હસ્તે પ્રસ્થાન પુજન થશે અને ત્યાર બાદદ આ શોભાયાત્રા ''નંદ ઘેર આનંદ ભયો'' જય કનૈયા લાલકી''ના જય નાદ સાથે ઢોલ-ત્રાસા સાથે ડી.જે.ના સંગીત સાથેની યાત્રા નિયત રૂટ ઉપર ફરશે.

ઋષિ કાળથી ઉજવાતો ભગવાનશ્રી કૃષ્ણનો જન્મોત્સવ અને હીન્દુ ધર્મમાં આવતા ઉત્સવો આપણે ધામધુમથી ઉજવવા જોઇએ અને તન-મન-ધનથી આપણે સાથ-સહકાર તથા શોભાયાત્રાના દીને સવાર થીજ બોહળી સંખ્યામાં કૃષ્ણ ભકતોએ ફળેશ્વર મંદીર આવીજવા અને શોભાયાત્રામાં વધુને વધુ લોકો જોડાય તે માટે ઉપસ્થિત સૌ ભકતો દ્વારા પ્રયાસ હાથ ધરવા અનુરોધ કરેલ. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાનું ઉપસ્થિત સંતો મહંતોએ સન્માન કરી ભગવાનના આવા ધર્મ ભકિત ભર્યા કાર્યો કરતા રહો તેવા આર્શિવાદ આપ્યા હતા.

જન્માષ્ટમીના પાવન દીને શહેર આખામાં લાઇટીંગ રોશની, ફલોટસ,શુસોભન જુદા જુદા વિસ્તારના સેવકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને આ દિવસે સવારથી રાત્રી સુધી કિશોરભાઇ ભટ્ટી તથા જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા નિર્ણાયકની સેવા આપી તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરે છે.

અને વિજેતાઓ નક્કી કરે છે આ તમામ વિજેતાઓને સમિતિ દ્વારા રોકડ પુરષ્કાર ઇનામ રૂપે અર્પણ કરવામાં આવે છે આ વર્ષ પણ આ મીટીંગમાં તમામ વિજેતાઓ અને પ્રોહત્સાહીત કાર્યકતાઓને મંચસ્થત અગ્રણીઓના હસ્તે ઇનામ આપવામાં આવેલ.

જન્માષ્ટમીની સફળ મીટીંગ માટે જનકસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કાલા, અમુભાઇ ઠાકરાણી સહીતના સમિતિના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.(૧૭.૧)

(11:52 am IST)