Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

બાંટવાના રફાળાની સીમમાંથી છ જુગારી શખ્સોની ધરપકડ

રૂ. રપ૪૦૦ની રોકડ કબ્જે

જુનાગઢ, તા. ર૪ : બાંટવાના રફાળાની સીમમાંથી પોલીસે છ જુગારીની રૂ. રપ૪૦૦ની રોકડ સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

માણાવદર નજીકના બાંટવા પાસેના રફાળા ગામની સીમમાં બુરી ગામ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસ કર્મી પ્રકાશ ચાવડા વગેરેએ દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે રસીક વશરામ રાણીપા, મૌલિક ડયા મોરી, હસમુખ પરસોતમ કણસાગરા, પ્રકાશ ભીખાલાલ મૈયર અને સુરેશ બાબુ ધાધલને જુગાર રમતા પકડી પાડયા હતાં.

પોલીસે જુગારીઓ પાસેથી રૂ. રપ૪૦૦ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:48 am IST)