Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ભાવનગરમાં સીંધી યુવક ઉપર ફાયરીંગ

પેરોલ ઉપર છૂટેલા ભરત સીંધી, રવિ મટનવાલા સહિત ૩ સામે ગુન્હો

ભાવનગર તા. ર૪ :.. ભાવનગર શહેરનાં કાળાનાળા સંત કંવરામ ચોક નજીક મોડી રાત્રે સીંધી યુવાન ઉપર કુખ્યાત અને પેરોલ ઉપર છૂટેલા શખ્સ સહિતનાં ર શખ્સો એ ધમકી આપી ફાયરીંગ કરી ઇજા પહોંચાડતાં હોસ્પીટલ ખસેડાયેલ છે.

મળતી વિગતો મુજબ શહેરનાં સિંધુનગર વિસ્તારમાં રહેતા અને ભરતભાઇ બેકરીવાળાને ત્યાં નોકરી કરતાં દિનેશભાઇ મોહનભાઇ રામચંદણી નામનાં સીંધી યુવાન ઉપર ગઇ મોડી રાત્રીનાં અઢી વાગે કાળાનાળા સંતકંવરરામ ચોક ઉપર ભરત ગોરધનદાસ સીંધી, રવિ ધરમદાસ જાટનવાળો સહિત બે શખ્સોએ ધમકી આપી ફાયરીંગ કરતાં હિતેશભાઇને ઇજા થતા અત્રેની સરટી હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

આરોપી ભરત ખુન કેસનો આરોપી અને આજીવન કેદની સજા પામેલ કેદી છે અને તે હાલ પેરોલ ઉપર છૂટયો છે. આ બનાવ અંગે એ. ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી છે. (પ-૧૭)

(11:45 am IST)