Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

જામનગર જીઆઇડીસી ફેજ-3માં કારખાનેદારોને દબાણ હટાવાયા

સ્વાગત ઓનલાઇનમાં ફરિયાદ બાદ જીઆઈડીસીના અધિકારીઓ,મનપા અને પોલીસની સંયુક્ત કાર્યવાહી

 

જામનગરની જીઆઈડીસી ફેઝ-3માં 10 કારખાનેદારો દ્રારા કરાયેલા ગેરકાયદે દબાણ હટાવાયા હતા

 દરેડ જીઆઈડીસી ફેઝ-3માં દસ કારખાનેદારો દ્રારા ગાડા માર્ગ પર દબાણ કરાયા હોવાની મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરાયા બાદ  અધ્યક્ષસ્થાનેથી દબાણ દૂર કરવાના આદેશો કરાયા હતા.

  આજે બપોર પછી જીઆઈડીસીના અધિકારીઓ, મહાનગરપાલિકા અને પોલીસ સંયુકત રીતે ડીમોલીશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ કામગીરી દરમિયાન કેટલાક કારખાનેદારો દ્રારા કાર્યવાહી રોકવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ, અધિકારીઓએ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.

(10:34 pm IST)