Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મોરબીના વાઘપર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્શો ઝડપાયા

 

મોરબીના વાઘપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો કરતા જુગાર રમતા છને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે

   અંગેની વિગત મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાઘપર ગામે જાહેરમાં જુગાર અંગે બાતમી મળતા દરોડો કરીને જુગાર રમી રહેલા મનસુખ ચતુરભાઈ કડીવાર, ભરત ગડુભાઈ કડીવાર, જેસિંગ જશભાઈ રાઠોડ, કેશવજી વિઠ્ઠલભાઈ કડીવાર, દુર્લભજી ઠાકરશીભાઈ કડીવાર અને મનસુખ ફુલજીભાઈ કડીવાર એમ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૧૮,૧૫૦ ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:07 am IST)