Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

માંગરોળ તાલુકાના વિરોલ ગામે નદીમાં ડૂબી જવાથી સાળા-બનેવી સહિત ૩ના મોતઃ મુસ્લિમ સમાજમાં અરેરાટી

માંગરોળઃ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વિરોલ ગામે નદીમાં ડૂબી જવાથી ૩ યુવકોના મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ તાલુકાના વિરોલ ગામે નદીમાં ડૂબી જતા ચાખવા ગામના બે અને ગડુ ગામના અેક યુવકનું મોત થયુ હતું. ઇદનો તહેવાર હોવાથી ગડુથી મામાને ત્‍યાં આવેલ ફઇના પુત્ર અને અેક મૌલાના સહિત સાળા-બનેવીનો પાણીઅે ભોગ લીધો હતો. આ બનાવથી સમગ્ર પંથક સહિત મુસ્લિમ સમાજમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. આ ઘટનાની જાણ થતા મુસ્લિમ સમાજના આગેવાનો, મૌલાનાઓ અને કાર્યકરો હોસ્‍પિટલે દોડી ગયા હતા.

(6:00 pm IST)