Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગુરુપૂર્ણિમાના પર્વે ચોટીલા ડુંગરે બિરાજતા ચામુંડા માતાજીના દર્શન કરવા ભક્તજનોનું ઘોડાપુર ઉમટયું

ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ તરફથી સેનેટાઇઝ,માસ્ક સહિત સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા માટે વારંવાર માઇક દ્વારા સૂચના

ચોટીલા :  ગૃરૂપૂર્ણિમાના પર્વે ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજીના દર્શન કરવા ભક્તજનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

  ગૃરૂપૂર્ણિમાનો આજનો પવિત્ર દિવસ ગણવામાં આવતો હોવાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બીરાજતા ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પવિત્ર થવા માટે ભક્ત જનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ તરફથી સેનેટાઇઝ,માસ્ક સહિત સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા માટે વારંવાર માઇક દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે 

(9:15 pm IST)