Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

જોડિયા રામવાડીમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણીઃ પૂ.ભોલેબાબાજીનું પૂજન -અર્ચન-મહાપ્રસાદ

વાંકાનેર,તા. ૨૪: જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર 'રામવાડી' આશ્રમમાં આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન રૂડા અવસરે શનિવાર હોય દાદાનો સંગમ સાથે સવારે ૮ કલાકે સૌ પ્રથમ શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું પૂજન પૂજારી શ્રી ભરતભાઈ જાનીએ કરેલ હતું ત્યારબાદ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ પૂજયપાદશ્રી ભોલેબાબાજીનું વિશેષ ગુરૂપુજન જોડિયા રામવાડીના અનન્ય સેવક અને પૂજય ભોલેબાબાજીના સેવક સમુદાયવતી શ્રી શનીભાઈ વડેરાએ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે વરસાદની અમીધારામાં કરવામાં આવેલ હતું જે પૂજાવિધિ શસ્ત્રોકત વિધિથી શાસ્ત્રીજીશ્રી ઉદયભાઈ શાસ્ત્રીએ ભકિતમયના માહોલ વચ્ચે કરાવેલ હતી , ત્યારબાદ 'અર્ચદાસ' સેવક સમુદાય દ્વારા કરવામાં આવેલ હતો , આ ઉપરાંત બપોરે બાર કલાકે પૂજય બાબાજી ના મંદિરના ઢોલ, નગારા, અને ઝાલરો , શખ્ખો સાથે 'મહા આરતી' સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની કરવામાં આવેલ હતી જે આરતી રામવાડીના અનનીય સેવક શ્રી શનીભાઈ વડેરાએ ઉતારેલ હતી તેમજ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સેવક સમુદાયે પૂજન કરેલ હતું આ ઉપરાંત જોડિયા રામવાડીના બ્રહ્મલીન મહંત પૂજય સંતશ્રી ભોલદાસબાપૂનું ગૂરૂપૂજન ગૂરૂ ભકતજનોએ કરેલ હતું. રામવાડી ગ્રુપના સહુ યુવાનોએ લાભ લીધેલ હતો. સવારે વરસાદની અમીધારા વચ્ચે સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનું પૂજન કરવામાં આવેલ હતું ભોલેબાબા સેવક સમુદાય વતી જોડિયા રામવાડીના ભકતજન હર્ષદભાઈ વડેરાએ જણાવેલ છે. 

(11:37 am IST)