Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વાંકાનેર હાઈવે ચોકડીએ ફરી એક ટ્રકે યુટીલીટીને ટક્કર મારતા ત્રણ વાહનોને નુકશાનઃ સાયકલ સ્વારને ઈજા

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૨૪ :. નેશનલ હાઈવે પરની ચોકડીએ સાતથી આઠ બાજુના રસ્તા શહેર તરફના આ ચોકડીને જોેડતા હોય સતત ધમધમતા આ સર્કલ પાસે છાસવારે અકસ્માતો થાય છે.

છ દિવસ પહેલા બેલા ભરેલો ટ્રક બેકાબુ બનેલ જેમા ત્રણ સ્કૂટરને હડફેટે લીધા હતા. એમા એક વૃદ્ધનું મોત થયેલ અને ચારને ઈજા થયેલ. આ અકસ્માતમા કાગળોમાંથી પોલીસ તંત્ર નવરૂ થાય તે પહેલા કાલે બપોરે ફરી મોરબી તરફથી આવતા ટ્રકે એક સાયકલ ચાલકને ઉલાળ્યો હતો. સાયકલનો બુકડો બોલી ગયો હતો. જેમાં સાયકલ ચાલક વાંકાનેરની ગેસ એજન્સીમાં ડીલેવરીમેન તરીકે નોકરી કરતો કુરેશી ઉમરભાઈ હસનભાઈ (ઉ.વ. ૬૪) રે. દિવાનપરા હોવાનું જેને અકસ્માતમાં બન્ને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે.

મોરબી તરફથી પુરપાટ આવતા આ ટ્રકે યુટીલીટીને ઠોકર મારતા આ યુટીલીટી આગળ અને બાજુમાં જતી બન્ને કારને નુકશાન થયુ હતું. આમ ફરી પાંચ વાહનોનું એકસીડન્ટ થયાનો બનાવ બનતા હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને બન્ને બાજુ વાહનોની કતાર લાગી ગઈ હતી.

શહેર પોલીસને જાણ થતા પી.આઈ. રાઠોડ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ટ્રક ચાલક ટ્રક મુકી જતો રહ્યો હતો. પોલીસે ધોરણસરના કાગળો કરી તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)