Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

જામનગરમાં એક સાથે ૭ કોરોના પોઝીટીવ કેસ

ચાર જ દિવસમાં ૧૦ વ્યકિતનાં કોરોનાએ પ્રાણ હરી લીધા : કુલ પોઝિટીવ કેસ-૬પ૦ થયા

જામનગર તા.ર૪ : જામનગરમાં આજે બપોરે કોરોનાના એક સાથે ૭ પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

દરરોજ મહામારીના કેસમાં વધારો થતાં લોકોમાં ભારે ચિંતા સાથે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

આજે જે સાત પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાં મીનાસરીયા ખાતીજાબહેન ઉ.વ.૬ર - ખોજા ગેઇટ, નિલેશ જાની ઉ.વ.ર૮ ગ્રીન સીટી, અમીતા પટેલ ઉ.વ.ર૯ ગ્રીન સીટી, ભુવા હસુમતીબેન ઉ.વ.૮પ માંડવી ટાવર, પરમ રાઠોડ ઉ.વ.૯ ખોડીયાર કોલોની, પુજાબેન ભાગવાણી ઉ.વ.૩૦ નાનકપુરી, પ્રવિણભાઇ સાદરીયા ઉ.વ.૪૩ રવિ પાર્કનો સમાવેશ થાય છે.

(3:00 pm IST)