Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અમરેલી જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોના ના 23 પોઝિટિવ કેસ : જોકે બે દિવસથી સેમ્પલના રિપોર્ટ બાકી હોવાથી એક સાથે વધુ કેસ નોંધાયા

અમરેલી :::અમરેલી જિલ્લામાં  આજે એક જ દિવસમાં કોરોના ના 23 પોઝિટિવ કેસ નોંધાયા છે જોકે બે દિવસથી સેમ્પલના રિપોર્ટ બાકી હોવાથી એક સાથે વધુ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

આજે જે ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા તેમાં લાઠી તાલુકાના કૃષ્ણગઢ , સાવરકુંડલા તાલુકાના સીમરણ , ધારી તાલુકાના ગોવિંદપુર , લાઠીના દુધાળા, બગસરા , હડાળા , ધારીની અજંતા સોસાયટી , અમરેલી , કુકાવાવ નું  જંગર ગામ , જાફરાબાદ , લાઠી ના કેરાળા જોગાણી ,  સાવરકુંડલા શહેરમાં દર્દીઓ કોરોના ની ઝપટે ચડી ગયા છે.

    આ તમામને સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(1:32 pm IST)