Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ગીરસોમનાથમાં ૧૮૧ અભયમની જીપમાંથી દારૂ સાથે ઝડપાયેલ મહિલા આરોપીની આગોતરા જામીન અરજી રદ

વેરાવળ તા. ર૪ : ગીરસોમનાથ જીલ્લામાં કાર્યરત મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમની જીપમાં દારૂની હેરાફેરી કરતા મહિલા આરોપીએ વેરાવળ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા કરાયેલ અરજી સરકારી વકીલની દલીલોના આધારે ના મંજુર કરવામાં આવેલ છે.

આ અંગે જીલ્લાના સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કેસની વિગતોમાં જણાવેલ કે આજથી પાંચેક માસ પહેલા તા. પ/ર/ર૦ ના વેરાવળના ગીતાનગર વિસ્તારમાંથી પોલીસે દિવેશી દારૂની બોટલો નંગ ૧૦૬ કિંમત રૂ.૩૮૮૦૮ ના મુદામાલ સાથે બુટલેગર અજય ઉર્ફે ગોપાલ બાંભણીયા રહે.ઉના વાળાને ઝડપી લીધેલ જયારે મીલન ઉતતમભાઇ મકવાણા નામનો શખ્સ નાસી છુટેલ જેને પોલીસે ઝડપી લઇ આ દારૂનો જથ્થો કયાંથી આવેલ જે અંગેની તપાસમાં આવાસ યોજનામાં રહેતા અને મહિલા અભયમ ૧૮૧માં ફરજ બજાવતા મીનાક્ષીબેન તથા તેનો પતિ શાંતિલાલ ઉર્ફે ગોપાલ વાઢેળની સાથે ઉના ખાતે ગયેલ જયાંથી રાહુલ નામના શખ્સે આ દારૂનો જથ્થો થેલામાં ભરી ૧૮૧ ગાડીમાં રાખી વેરાવળ પહોંચાડેલ અને મીનાક્ષીબેનના કહેવા મુજબ આ દારૂનો જથ્થો ઉપરોકત સ્થળે રાખેલ જયાંથી પોલીસે ઝડપેલ હોવાની કબુલાત આપેલ હતી.

આ દારૂના ગૂન્હામાં પોલીસે મહિલા હેલ્પ લાઇન ૧૮૧ માં ફરજ બજાવતા મીનાક્ષીબેનનું આરોપી તરીકે નામ આવતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ તે દરમ્યાન મીનાક્ષીબેન દ્વારા આગોતરા જામીન મેળવવા વેરાવળ સેસન્સ કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી.

વેરાવળ સેન્સ કોર્ટમાં જજ રી એમ.એમ.બાબી સમક્ષ અરજીની સુનાવણી વીડીયો કોન્ફરન્સ મારફત થયેલ જેમાં સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે આરોપીઓ પૈકી મીનાક્ષીબેન વેરાવળ ખાતે ૧૮૧ અભયમમાં નોકરી કરતા હોય અને સહઆરોપીઓની સાથે મળી ૧૮૧ ની ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરેલ હોય જેની આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવાનો નાશ કરે અને પ્રોહીબીશનના ગુન્હાઓનું પ્રમાણ સમાજમાં વધે તેમજ ગુજરાતમાં દારૂબંધીનો સખ્ત અમલ કરાવવા સરકારે કાયદામાં પણ કડક સુધારાઓ કરેલ હોય જેથી આવા કેસોમાં આગોતરા જામીન આપવામાં આવે તો દારૂ બંધીનો અમલ થઇ શકે નહીં તેવી દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકદાને ધ્યાને લઇ જજ શ્રી બાબીએ આગોતરા જામીન અરજી ના મંજુર કરેલ હતી.(

(12:59 pm IST)