Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

જોડિયામાં ૧ ઇંચ વરસાદ : દરિયાઇ પટ્ટીમાં દોઢેક ઇંચ

જોડિયામાં વરસતો વરસાદ અને વરસાદી પાણી નજરે પડે છે.

જોડિયા તા. ૨૪ : જામનગર જિલ્લાના જોડિયામાં આજે એકાદ ઇંચ જ્યારે દરિયાઇ પટ્ટી વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડયાનું જાણવા મળ્યું છે.

આજે સવારથી ઘટાટોપ વાદળા સાથે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું.

આ વરસાદ એકાદ ઇંચ જેટલો પડયો હતો. જ્યારે દરિયાઇ પટ્ટી વિસ્તારોમાં દોઢેક ઇંચ વરસાદ પડયાનું જાણવા મળ્યું છે.(

(12:55 pm IST)