Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ખંભાળીયાના નાના આસોટા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

ખંભાળીયાઃ તાલુકાના નાના આસોટા ગામની પાડાસણ સીમ દેવસીભાઇ ખીમાભાઇ ખુંટી  આહીર રહે. નાના આસોટા ગામ તા.ખંભાળીયા વાળાની કબ્જા ભોગવટા અને દેખરેખની ઓરડીએ ચાલતા તીનપત્તીનો રોન પોલીસનો નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગારનો અખાડામાં રેઇડ કરી   રૂ ૫૩,૨૦૦/-, મોબાઇલ ફોન-૩ કિ રૂ૧૫૦૦૦/- મળી કુલ રૂ- ૬૮,ર૦૦/- ના મુદામાલ સાથે કલ્યાણપુર પોલીસે (૧) દેવસીભાઇ ખીમાભાઇ ખુંટી   આહીર ઉવ ર૪ રહે. નાના આસોટા (૨) મયુરભાઇ સુમાતભાઇ લગારીયા   આહીર ઉવ રર રહે. વીરપર   (૩) માલદેભાઇ ભાયાભાઇ યાવડા આહીર ઉવ ૨૬ રહે. વડત્રા ગામની સીમ   (૪) ભાયાભાઇ કરશનભાઇ આંબલીયા આહીર ઉવ ૩૫ રહે. વડત્રા ગામની સીમ   (૫) મંગાભાઇ ભીખાભાઇ સંધીયા  ે ગઢવી ઉવ ૩૫ રહે. નાના આસોટાને ઝડપી લીધા છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર  જે.એમ.ચાવડા, પો.સ.ઇ.   વી.એમ.ઝાલા, એ.એસ.આઇ. અરવિંદભાઇ નુકમ, રામશીભાઇ ભોચયીયા, બીપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, દેવસીભાઇ ગોજીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રમસિંહ ચુડાસમા હેડ કોન્સ. મસરીભાઇ આહીર, જેસલસીફ જાડેજા, સહદેવસીહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, બલભદ્રસીફ ગોહીલ, બોઘાભાઇ કેશરીયા, મહેન્દ્રસીહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ, વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(11:50 am IST)