Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

જામકંડોરણાના દુધીવદરના પાટીયા પાસેથી છકડો રીક્ષામાંથી ૬૦ બોટલ દારૂ સાથે બે ઝડપાયા

જામકંડોરણા,તા.૨૪ : જામકંડોરણાના દુધીવદર ગામના પાટીયા પાસેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી છકડો. રીક્ષામાં ૨૦ બોટલ ઇંગ્લીશ દારૂનો. જથ્થો ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચના અને માર્ગદર્શન હેઠળ જામકંડોરણા પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ.જે.યુ.ગોહિલ તથા સ્ટાફ પ્રોહી ડ્રાઈવ અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ  બાતમીના આધારે દુધીવદર ગામના. પાટીયા. પાસે વોચ ગોઠવી છકડો રીક્ષા ધોરાજી. બાજુથી આવતી હોય જેને રોકો છકડો. રીક્ષાની અદર ચેક કરતા ઘાસની નીચે પુંઠાના ઓકસમાં એપીસોડ ગોલ્ડ વ્હીસ્કો બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાતિય ઇંગ્લીશ પીવાના દારૂની કંપની સીલ પેક કુલ બોટલો. નંગ ૬૦ કિમત રૂ.૧૮૦૦૦ તથા છડડો રીક્ષા કિમત રૂ.૫૦૦૦૦ એમ કુલ રૂ.૨૮,૦૦૦ નો મુદાામાલ પકડી પાડી આરોપી કારાભાઈ ભીખાભાઈ મોરી(જાતે રબારી ઉ.વ. ર૬ રહે,વેગડી તા. ધોરાજી) તથા ભરતભાઈ ભોજાભાઈ કોડીયાતર(જાતે રબારી ઉ.વ.૨૧ રહે.વેગડી તા. ધોરાજી) ની ધરપકડ કરી હતી જયારે આરોપી ભાવેશભાઈ ભોજાભાઈ કોડીયાતર રહે વેગડી તા. ધોરાજીની શોધખોળ હાથ ધરી છે આ  કામગીરી પો.સબ.ઈન્સ. જે.યુ.ગોહીલ,પો. હેડ કોન્સ.તોફીકભાઈ મલેક, મનજીભાઈ ચૌહાણ, પો.કોન્સ. ભગીરથસિંહ જાડેજા, મનોહરસિંહ ચુડાસમા, હરેશભાઈ કટારાએ. કરી હતી.

(11:48 am IST)