Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ભુજમાં પાસપોર્ટ કેન્દ્ર બંધ થતા લોકોને ભારે હાલાકી: લોકડાઉન થયુ ત્યારથી તાળાબંધી

પાસપોર્ટ કેન્દ્રનો સ્ટાફ અમદાવાદનો છે એટલે ત્યાંથી કોઈ કર્મચારીઓ આવ્યા નથી

ભુજની પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ કેન્દ્ર આવેલું છે જ્યાંથી પાસપોર્ટ બનાવવામાં આવે છે. ઘણી રજૂઆતો બાદ કચ્છને આ કેન્દ્ર મળ્યું હતું. જો કે 23 માર્ચથી લોકડાઉન થયું ત્યારથી આ કચેરી બંધ છે. લોકડાઉન પૂર્ણ થઈ ગયું છતા પાસપોર્ટ કેન્દ્રની ઓફિસ હજી ખુલી નથી.

આ મામલે પોસ્ટ માસ્ટર જે એન.મારવાડાએ જણાવ્યું કે , પાસપોર્ટ કેન્દ્રનો સ્ટાફ અમદાવાદનો છે એટલે ત્યાંથી કોઈ કર્મચારીઓ આવ્યા નથી, આ કારણે કામ બંધ છે. ગત એપ્રિલથી ચાલુ વર્ષે માર્ચ મહિના દરમિયાન 20 હજાર જેટલા પાસપોર્ટ ઈશ્યુ થયા છે. નોંધનીય છે કે આ કેન્દ્ર બંધ હોવાથી એનઆરઆઈ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે

લોકોને પડતી હાલાકી અંગે કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે , મેં અમદાવાદ ઓફિસ સાથે વાત કરી છે. કોરોનાનાં કારણે ક્ચ્છ નહિ પણ ગુજરાતમાં પાસપોર્ટ સેવા બંધ છે. જે સત્વરે શરૂ થાય અને લોકોની હાલાકીમાં ઘટાડો થાય એ દિશામાં મારા પ્રયાસો શરૂ છે.

(11:43 am IST)