Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ભાવનગરમાં પોણા બે, ઘોઘા-દોઢ, કાલાવડમાં ૧ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત

ભાવનગર : શહેરમાં આજે સવારથી જ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. (તસ્વીર : મેઘના વિપુલ હીરાણી -ભાવનગર)

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે ભાવનગરમાં પોણા બે ઇંચ, ઘોઘામાં દોઢ અને જામનગરના કાલાવડમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં સવારે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. શહેરમાં પોણા બે ઇંચ અને ઘોઘામાં દોઢ ઇંચ જેટલો વરસાદ સવારે પડી ગયો છે. હજુ શહેરમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ છે.

ગોહિલવાડ પંથકમાં ચોમાસુ જમાવટ કરી રહયુ હોય તેમ આજે શુક્રવારે સવારથી જ મેઘરાજા મન મુકી વરસી રહયા છે. સવારે ૮ વાગ્યા સુધીમાં જ ભાવનગર શહેરમાં બે કલાકમાં ૪૬ મી. મી. અને ઘોઘામાં ૩૯ મી. મી. વરસાદ નોંધાયો છે. અને હજુ ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે અને ધીમીધારે વરસાદ વરસી રહયો છે.

જામનગર

જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં ૧ ઇંચ વરસાદ કાલે પડતા રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતાં.

(11:42 am IST)