Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કોડીનાર પાલિકા દ્વારા ૫૦ માઇક્રોન નીચેનું ૪૦ કિલો પ્લાસ્ટીક ઝડપાયું : દંડ ફટકાર્યો

કોડીનાર,તા.૨૪: કોડીનાર નગરપાલિકા દ્વારા  શહેરમાં ૫૦ માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક વેંચતા દુકાનદારો નું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી પ્લાસ્ટિક નો જથ્થો પકડી પાડ્યો હતો.ગીર સોમનાથ કલેકટરની સૂચના મુજબ કોડીનાર નગરપાલિકા ચીફ ઓફિસર વી.ડી.પુજારા,સેનેટરી ઇન્સ.ડી.બી.સોલંકી એ પાલિકાની ટીમ સાથે પ્લાસ્ટિક વેંચતા માધવ પ્લાસ્ટીક, પારસ પ્લાસ્ટીક, ઇન્ડીયન પ્લાસ્ટીક, રોહન એન્ટરપ્રાઈઝ,અજમેરી પ્લાસ્ટીક અને માધવ ટ્રેડર્સ નામની દુકાનોનું અચાનક ચેકીંગ હાથ ધરી ૫૦ માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક ૪૦ કિલોઙ્ગ જેટલું પકડી પાડી આ તમામ દુકાનદારોને રૂ.૫૦૦-૫૦૦ નો દંડ ફટકાર્યો હતો.

હવેથી દરરોજ ચેકીંગ હાથ ધરી દુકાનદારો બીજી વખત પકડાશે તો તેઓની દુકાન સીલ કરવામાં આવનાર હોવાનું તેમજ કોડીનાર શહેરમાં સતત વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને રાખી શહેરની તમામ વેજ-નોનવેજ હોટલ-રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ સુવિધા બંધ કરી ફકત પાર્સલ કાઉન્ટર જ ચાલુ રાખવા અને જે કોઈ હોટલ રેસ્ટોરન્ટ ડાઇનિંગ સુવિધા આપશે તેમની હોટલ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર વી.ડી.પૂજારાએ યાદીમાં જણાવ્યું છે.

(11:41 am IST)