Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કચ્છના પૂર્વ સરપંચની ૨૮ જણાએ ઘેરીને હત્યા કરી નાખી

રાપરના ટગા ગામે વાતાવરણ તંગઃ જમીનના વિવાદ વચ્ચે ખનીજ ચોરીની માહિતીનો મુદ્દો ચર્ચામાં: મુસ્લિમ શખ્સોના ટોળા દ્વારા હત્યા બાદ રબારી, ભરવાડ સમાજના ટોળા એકત્રિત થયાઃ અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિએ કોમી સ્વરૂપ ન આપવા કરી અપીલ

ભુજ,તા.૨૪: રાપરના ટગા ગામે પૂર્વ સરપંચઙ્ગ સનાભાઈ મશરૂભાઈ રબારી (ઉ.૫૦) ની હત્યાના બનાવે ચકચાર સર્જી છે. મૃતકના ભાઈ જગમાલભાઈએ ખેતરે ટ્રેકટર લઈને જઈ રહેલા પોતાના ભાઈ સનાભાઈ ઉપર હાજી ફકીરમામદ હિંગોરજા સહિત ૨૮ શખ્સોએ દ્યેરીને હુમલો કરી પાછળથી ધારીયાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ કરી છે.

દરમ્યાન હત્યાના આ બનાવ બાદ રબારી ભરવાડ સમાજના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને લાશ સ્વીકારવાનો ઇનકાર કરતાં વાતાવરણ તંગ થયું હતું. આરોપીઓને પકડી પાડવાની માંગ સાથે ઉશ્કેરાટ વ્યાપી જતાં ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલા અને ઇન્ચાર્જ પૂર્વ કચ્છ એસપી સૌરભ તોલંબિયા રાપર દોડી ગયા હતા.

દરમ્યાન મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યાનુસાર ખેતરની જમીનના મુદ્દે વિવાદમાં હત્યા કરાઈ છે. તો, સમાધાન થઈ ગયું હતું છતાંયે હત્યા કરાઈ હોઈ ઉશ્કેરાટ વધ્યો હતો. જોકે, આ પૂર્વે ટગા ગામે પકડાયેલ લાખોનીઙ્ગ ખનીજ ચોરીના મુદ્દે મૃતક સનાભાઈએ બાતમી આપી હોવાની વાત પણ ગામમાં ચર્ચાતી હતી.

રાપરમાં બનેલા હત્યાના બનાવને કોમી સ્વરૂપ નહીં આપી કોમી એકતા જાળવી રાખવાની અપીલ અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિએ કરી છે. પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ કલેકટર, આઈજી, એસપીને અપીલ કરતા જણાવ્યું હતું કે, મુખ્ય આરોપીને મુસ્લિમ સમજે પોલીસને સોંપી દીધો. હોઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મુસ્લિમ સમાજના નિર્દોષ લોકોનેઙ્ગ ટાર્ગેટ ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવે.(૨૨.૧૯)

(11:25 am IST)