Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સોમનાથમાં કોરોના સંક્રમણ રોકવા દર્શન બંધ કરવા માગ

મેડિકલ એસોસિએશનની રજૂઆત

પ્રભાસ પાટણ , તા.૨૩ : દેશ અને સોમનાથ જીલ્લામાં વધી રહેલા કોરોના મહામારી અને સંક્રમણને અનુસંધાને ઇન્ડિયન મેડિકલ એશો. ના પ્રમુખ અને વેરાવળ મેડિકલ એસોશિએશનના સભ્ય ડૉ.હિરેન થાનકીએ આજરોજ સોમનાથ મંદિર ટ્રસ્ટ ઓફિસ તથા જીલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે અમે સૌ ડૉક્ટરોએ સમુહ વિચારણા અંતે નક્કી કર્યું છે કે પવિત્ર સોમનાથ મંદિરમાં યાત્રાધામમાં બહારથી યાત્રિકો પવિત્ર શ્રાવણ માસ નિમિતે આવે છે.જેને કારણે કોવિડ ન ફેલાય અને અહીંનું બીજું વુહાન ન બને અને કોમ્યુનિટી સંક્રમણ ન વધે તે માટે પ્રત્યક્ષ દર્શન બંધ કરી ઓનલાઇન દર્શન ભલે ચાલુ રહે પરંતુ ઓનલાઇનથી દર્શન કરવા બહારથી કોઇ ન આવે અને લોકડાઉન સમયમાં હતું.તેમ માત્ર પૂજારી જ પૂજા કરે અને દર્શન પ્રત્યક્ષ તાત્કાલીક બંધ કરવા માંગણી કરી છે.

            વિશેષમાં જણાવ્યું કે લોકડાઉન વખતે જે બહાર હતા તેઓ હવે વેરાવળ આવી રહ્યાં છે અને કોમ્યુનિકેશન સંક્રાંન્તિ થતી જાય છે.તેમ તેમ કોરોનાની સંખ્યા વધતી જાય છે અને જો ધ્યાન નહીં રખાય તો ઘેર ઘેર ખાટલાઓ થશે અને જે માટે તેને પહોંચી વળવા વેરાવળ સક્ષમ નથી.શિવભક્તોને પણ અપીલ છે શાણપણ બતાવો અને શ્રાવણ મહિનો તો આવતા વર્ષે પણ આવશે અને ઘેર-બેઠે શિવજીની ઉપાસના કરો.કોમ્યુનિકેશન સંક્રમણનો ખતરો ટળે તે માટે પાસ વ્યવસ્થાથી પણ પ્રત્યક્ષ દર્શન બંધ કરવા માંગણી આવેદન પત્ર દ્વારા કરી છે. સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આવેદનપત્ર સ્વીકારી પત્રકારોને જણાવ્યું કે કોરોના અંગેની ગાઇડ લાઇનને અનુસરી તથા જીલ્લાં કલેક્ટર શ્રી સંકલનથી વ્યવસ્થાઓ ગોઠવાઇ છે.આમ છતાં મળેલું આ આવેદનપત્ર સોમનાથ ટ્રસ્ટ જીલ્લાં વહીવટી તંત્ર સાથે મીટીંગ સંકલન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(10:26 pm IST)