Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જોડીયા પાસે ૮૪ હજારનો દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો

જામનગર તા. ર૪: જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રનની સુચના અને જામનગર ગ્રામ્ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ જોડીયા પોલીસ સબ ઇન્સપેકટર ડી. પી. ચુડાસમા જોડીયા પો. સ્ટાફ ટીમ સાથે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જોડીયા પો. સ્ટે.ના પો. હેડ કોન્સ. વિક્રમભાઇ વિભાભાઇ બકુત્રા તથા પો. કોન્સ. નીલેશભાઇ ગોવીંદભાઇ અઘેરાનાઓને મળેલ બાતમીના આધારે બાદનપર ગામ પાટા વાળા હનુમાન પાસે રોડ પર વોચ ગોઠવી કતુબરી કલરની હોન્ડા સીટી કાર રજી. નં. જી.જે. ૧૦ સી.એન.-૮૭ર૬ ને આંતરી (૧) નયનકુમાર જયંતીલાલ ઘોરેચા સુથાર, ઉ.વ. ર૧, ધંધો-ડ્રાઇવીંગ રહે-પટેલ કોલોની, શાંતીનગર શેરીન ં.-૧, જામનગર તથા (ર) ફરાર-દશરથસીંહ વનરાજસિંહ જાડેજા રહે-રણજીતનગર જામનગર તથા તપાસમાં ખુલે તે હસ્તગત કરી.  વિદેશી દારૂ કુલ બોટલ નંગ-૧૬૮ કી. રૂ. ૮૪,૦૦૦/- (ર) એક કબુતરી કલરની હોન્ડા સીટી કાર રજી.નં. જી.જે. ૧૦ સી.એન.-૮૭ર૬ કિ. રૂ. ૩,૦૦,૦૦૦/- (૩) એક મોબાઇલ કી. રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કી. રૂ. ૩,૯૪,૦૦૦નો કબ્જે કરેલ છે.

આ કામગીરી પોલીસ સબ ઇન્સ. ડી. પી. ચુડાસમા તથા પો. હેડ કોન્સ. કલ્પેશભાઇ દલસાણીયા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઇ બકુત્રા તથા પો. કોન્સ. નીલેશભાઇ અઘેરા તથા પો. કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. રવીભાઇ મઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(11:48 am IST)