Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ભુજમાં મુદ્દે કોંગ્રેસના દેખાવો

ભાજપ ચોર હૈ ના સૂત્રો સાથે રેલી યોજી વિરોધ કરતાં કોંગ્રેસી આગેવાનો કાર્યકરોની અટકાયત

(ભુજ) પેટ્રોલ ડીઝલના સતત થઈ રહેલા ભાવ વધારાની સામે કોંગ્રેસે શરૂ કરેલા રાજ્યવ્યાપી વિરોધની અસર કચ્છમાં પણ અનુભવાઈ છે. ભુજ મધ્યે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે રેલી યોજી ભાજપ સરકાર સામે બેનરો સાથે આકરા સૂત્રોચ્ચાર પોકારી વિરોધ કરતાં પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા. પોલીસે ભુજ પાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસના પ્રવક્તા ગની કુંભાર, અશરફશા ઝાયેસી, મુસ્તાક હિંગોરજા સહિત ૨૫ જેટલા આગેવાનો કાર્યકરોની અટકાયત કરી હતી.

(1:18 pm IST)