Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ધોરાજી પાસેના મજેવડી દેવતણખી ધામ અને તોરણીયા નકલંકધામમાં વર્ષો પછી અષાઢી બીજ મહોત્સવ અને રથયાત્રા બંધ રહી

ધોરાજી તા. ૨૪ : ધોરાજી પાસેના બે મોટા યાત્રાધામો જેમાં લુહાર સમાજના કુલભૂષણ સંત શ્રી દેવતણખીદાદા અને લીરલબાઈ માતાજીની ચેતન સમાધી સ્થાન એટલે મજેવડી દેવતણખી ધામ ખાતે આ વર્ષે વર્ષો પછી અષાઢી બીજ મહોત્સવ જેમાં વિશાળ રથયાત્રા મહાપ્રસાદ સંતવાણી સહિતના તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા હતા. વર્ષો પછી આ પ્રકારે મજેવડીમાં સંપૂર્ણ શાંતિ જોવા મળી હતી અને કોઈ યાત્રાળુ જોવા મળ્યા આ સમયે સંત શ્રી દેવતણખી દાદા અને લીરલબાઈ માતાજીની ચેતન સમાધી ખાતે શાસ્ત્રોકત વિધિ દ્વારા પૂજન અર્ચન મહાઆરતી યોજાઇ હતી.

દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ભાવિક ભકતજનો પંકિત પડતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ને સમયમાં લોકોએ પણ સમજીને યાત્રાધામે આવ્યા નથી.

તેમજ ધોરાજી નજીક આવેલ તોરણીયા સંત શ્રી સેવાદાસ બાપા આશ્રમ નકલંકધામ ખાતે આ વર્ષે અષાઢી બીજ મહોત્સવ સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. સંતવાણી, મહાપ્રસાદ તેમજ લોક મેળો વર્ષોથી યોજાય છે તે આ વર્ષ માટે બંધ રાખવામાં આવ્યો હતો. અષાઢી બીજ મહોત્સવ અંદાજે હજારોની સંખ્યામાં લોકો અહીં પણ એ કશું થાય છે પરંતુ આ વર્ષે સંપૂર્ણ બંધ રહેવાથી માનવ મહેરામણ બંધ રહ્યો હતો.

સાથે સાથેઙ્ગ ધોરાજીમાં ભકતશ્રી તેજા બાપા મોટી જગ્યા તેમજ કુંભારવાડા ખાતે નાનક સાહેબ મંદિર રામદેવજી મહારાજનું મંદિર વિગેરે ધર્મસ્થાનોમાં પણ આ વર્ષે અષાઢી બીજ મહોત્સવ સંતવાણી મહાપ્રસાદ નિશાન વગેરે શોભાયાત્રા બંધ રાખવામાં આવી હતી.(

(11:52 am IST)