Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ગોંડલનાં દેરડી(કુંભાજી)માં ૧ર ઝૂપડા આગમાં ભસ્મીભૂત

મજૂરો પરિવાર સાથે કામ માટે ગયા અને અચાનક આગ લાગતા દોડધામ

ગોંડલ : તસ્વીરમાં ઝૂપડામાં લાગેલી આગ અને સ્થાનિકો આગને કાબુમાં લેતા નજરે પડે છે. (તસ્વીર : નરેશ શેખલીયા ગોંડલ)

ગોંડલ તા. ર૪ :.. ગોંડલ  તાલુકાના દેરડી (કુંભાજી) માં આજે સવારે મજૂરોના ઝૂપડામાં આગ લાગતા ૧ર ઝૂપડા આગમાં ખાખ થઇ ગયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) માં હાઇસ્કુલ રોડ ઉપર આવેલ વસુંધરાનગરમાં મજૂર પરિવારો ઝૂપડા બાંધીને રહે છે.

આ મજૂર પરિવારો વહેલી સવારથી કામ માટે બહાર નીકળી જાય છે.

ત્યારે આજે સવારે આ મજૂર પરિવારો કામ અર્થે નીકળ્યા બાદ ઝૂપડામાં આગ ભભૂકી ઉઠી હતી.

આગમાં ૧ર ઝૂપડા સાથે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.

સ્થાનિક ગ્રામજનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

મજૂર પરિવારો રસોઇ બનાવીને મજૂરી કામે ગયા બાદ તેના તણખાથી આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.

સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

(12:51 pm IST)