Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ગોંડલ : અંદાજીત આવક યોજનામાં નાના વેપારીઓને ૮ને બદલે ૪ ટકાની સુવિધા આપો

કેન્દ્રીટ બજેટ માટે સૂચનો રજૂ કરતા ગોંડલ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ વસાણી

ગોંડલ તા.૨૪ : ગોંડલ વેપારી મહામંડળના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સદસ્ય વિનુભાઇ વસાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને નાણામંત્રી નિર્મલા સિતારામનને પત્ર પાઠવીને તેમજ ગોંડલના સાંસદ રમેશભાઇ ધડુકને રૂબરૂ રજૂઆત કરીને આગામી બજેટના સુચનો કર્યા હતા.

વિનુભાઇ વસાણીએ વધુમાં જણાવ્યું કે, અંદાજીત આવક યોજના ૪૪ એડી નાના વેપારીઓ માટે (પ્રીપેટીવ ટેકસેશન) અંદાજે ૧ કરોડનો વેપાર થાય તો આ યોજનામાં ૮ ટકા વેરો ભરવો પડે છે. આ યોજના આ સાથે પરંતુ નાના વેપારીને ૮ ટકા ખૂબજ આકરો વધુ લાગે છે જેથી આ વેરો ૩ ટકા હોવો જોઇએ. નાના અને મધ્યમ કક્ષાના વેપારીને પ્રોત્સાહન આપવાની દિશામાં આ પગલુ આવકારદાયક છે. પરંતુ આ વેરો ૩ થી ૪ ટકા કરવામાં આવે તો વેપારીઓ અંદાજેત યોજનામાં વધુ જોડાશે તેમજ કરણનું ભરત ઓછુ થતા વેપારીઓ ટેક્ષ ભરવા આગળ આવશે જેથી સરકારની આવકમાં અનેકગણો વધારો થશે.

આ યોજનાથી હાલ રૂ.૧,૫૦,૦૦૦ એક લાખ પચાસ હજારનો લાભ મળે છે. ૮૦(સી) હેઠળની યોજનામાં વેપારીઓ ઉદ્યોગપતીઓની ઘણી વખતથી માંગણી છે કે આ યોજનામાં વેપારીએનો ૩ લાખની છુટ આપવી જોઇએ આથી સરકારશ્રીને બચત યોજનાનો લાભ મળશે. એનએસસી, પીપીએફ, એલઆઇસીમાં રોકાણ વધશે. જેથી ૮૦ (સી) હેઠળની યોજનામાં ૩ લાખની છુટ મળે તો વેપારી અને સરકાર બંનેને ફાયદો થશે. માટે વિનુભાઇ વસાણીએ રજૂઆત કરી છે.

વિનુભાઇ વસાણીએ વધુમાં જણાવ્યું છે કે, સામાન્ય કરવાતા માટે ગયા પુરક બજેટમાં ર.૫૦ લાખની મુકિત મર્યાદા હતી તેને બદલે પ લાખની કરવામાં આવી છે તે આવકાર્ય છે પરંતુ સીનીયર સીટીઝન સામાન્ય કરદાતા સાથે સરખાવવામાં આવ્યા છે. તે બરાબર નથી તેમને પ દાખને બદલે ઓછામાં ઓછા ૬ લાખની મુકિત મર્યાદા રાખવી જોઇએ. ઢળતી ઉમરે આવકની ખૂબ લીમીટેડ હોય છે તેમજ મોંઘવારી મંદીના માહોલમાં મર્યાદા ૬ લાખની હોવી જોઇએ. બેંકોએ એફડી (ફીકસ ડીપોઝીટ) સામાન્ય જનતા કરતા વરીષ્ઠોને ર થી ૩ ટકા વ્યાજ વધુ આપવુ જોઇએ .જીંદગી આખી પરિવારની તથા સરકારની ટેક્ષ ભરીને સેવા કરી હોય ત્યારે પેન્શન પણ વૃધ્ધોને પુરતા પ્રમાણમાં મળવુ જોઇએ. આધ્રની સીએમરેડ્ડીએ વૃધ્ધોના પેન્શનમાં ૨૦૦ ટકા વધારો કર્યો. નાણામંત્રીશ્રી આ દિશામાં વિચારે તેવી અપેક્ષા છે.

 સાઠ વર્ષ પછી જીવનની બીજી ઇનીંગ શરૂ થાય છે ત્યારે હોસ્પિટલનો દવાનો ખર્ચ સ્વીઝ બેંક નોર્વે, આઇસલેન્ડ અનેક દેશોથી ભારત વરિષ્ઠોની સેવામાં પાછળ છે જે યોગ્ય કરવા વિનુભાઇ વસાણીએ અંતમાં જણાવ્યું હતુ.(૪૫.૫)

(12:15 pm IST)