Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ભાવનગરના રાજેશભાઇ મંડલીની કર્મચારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષપદે વરણી

ભાવનગર તા.૨૪ : ભારતીય સ્વાયતશાશી કર્મચારી મહાસંઘમાં મનપામાં ફરજ બજાવતા રાજેશભાઇ પી.મંડલીની ઓલ ઇન્ડિયાના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઉદયપુર રાજસ્થાન ખાતે યોજાયેલ અધિવેશનમાં નિયુકત કરેલ છે.

ગુજરાતની ન.પા. અને મનપામાંથી કેન્દ્રમાં સ્થાન પામનાર રાજેશભાઇ પી.મંડલી પ્રથમ નિયુકત થયા છે. કુલ ૨૯ રાજયોમાંથી ૧૮ રાજયોમાં ભારતીય સ્વાયતશાશીના કર્મયોગીઓના પ્રશ્નોને વાચા આપવા સંગઠન કાર્યરત છે. રાજેશભાઇ પી.મંડલી હાલમાં પશ્ચિમ ક્ષેત્ર ઘરવેરા વિભાગમાં રિકવરી ઇન્સપેકટર તરીકે ફરજ બજાવે છે. ભારતીય મઝદૂર સંઘમાં ૩૦ વર્ષથી કાર્યરત છે.

મેયર મનભા મોરી, ડેે.મેયર વિરોધ પક્ષના નેતા ભાજપ શહેરના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, મન.પા ભાવનગરના અધિકારીશ્રીઓ તથા કર્મયોગીઓ નોકરીયાત સભાના કાર્યકર્તા, લેબર, એડવોકેટશ્રીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના બીએમસી કમીટીના ચેરમેનશ્રીએ તેમને અભિનંદન પાઠવેલ છે.

(12:13 pm IST)