Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

બગસરામાં તસ્કરોએ ગેસ એજન્સીના શટર ઉંચા કર્યા

 બગસરામાં રાત્રી દરમ્યાન જેતપુર રોડ પર આવેલ પરમાર ગેસ એજન્સીના શટર ઉચકાવી કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરવાના ઇરાદે ત્રાટકયા હતા જેમા કોઇ રોકડ રકમ ન હોવાથી તસ્કરોની મહેનત માંથે પાણી ઢોળ થયું બાજુની તરફ બીજી દુકાન લુવારની હોવાથી ત્યા તસ્કરોએ ઉચકાવતા કસુ હાથ આવ્યું ન હતું. અને ત્યારબાદ વહેલી સવારે બન્ને દુકાનના માલિક દુકાન ખોલવા આવતા હતા ત્યારે અચાનક શટર ઉચકેલા જોતા તેણે પોલીસને જાણ કરી હતી. વધુ તપાસ બગસરા પોલીસ ચલાવી રહી છે.(તસ્વીર સમીર વિરાણી)

(12:03 pm IST)