Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

માળીયામિંયાણાના નવા હંજીયાસર ગામે મુસ્લિમ પરીવારે જંગલી નિલગાયના બચ્ચાને શ્વાનોથી બચાવી ૧૦ મહિના સુધી ઉછેરી વન વિભાગને સોપી માનવતા મહેકાવી

માળીયામિંયાણા, તા.૨૪:   માળીયામિંયાણાના નવા હંજીયાસર ગામ પાસે વાંઢ વિસ્તારમાં રહેતા અને ૧૦૮ સરકારી સેવામાં ફરજ બજાવતા મિંયાણા મુસ્લિમ સમાજના રસુલભાઈ હુશેનભાઈ પારેડીના બાળકો બાજુના જંગલમાં પોતાની ભેંસો ચરાવતા હતા ત્યારે ટોળામાંથી છુટા પડી ગયેલા હરણ અને નિલગાયના બચ્ચા પાછળ જંગલી શ્વાનોના ટોળાને દોડતા જોય બને ને બચાવવા નાના બાળકોએ પ્રયાસો કર્યા હતા પરંતુ કમનસીબે હરણને બચાવે તે પહેલા શ્વાનોના ટોળાએ ફાડી ખાધા બાદ નિલગાયના બચ્ચાને બચાવી લઈ ઘરે લઈ ગયા હતા અને પશુપાલનનો વ્યવસાય કરતા મિંયાણા મુસ્લિમ પરીવારે દુધ પીવડાવી ઘરના એક સભ્યની જેમ સાર સંભાળ રાખી સેવા ચાકરી કરી છેલ્લા અગીયાર મહીનાથી સાચવ્યા બાદ નિલગાયનુ બચ્ચુ પુખ્તવયનુ થઈ જતા જંગલી અબોલ પશુને તેનો જંગલમાં રહેવાનો સ્વતંત્ર હકક મળે તેવા હેતુથી રસુલભાઈ એ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને ફોરેસ્ટ વિભાગે નિલગાયનો કબ્જો લઈ જંગલમા સલામત સ્થળે પહોંચાડવા રેન્જ ફોરેસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા વન રક્ષક સહાયક એન.જી ચૌહાણ વાંઢ વિસ્તારમાં પહોંચી નીલગાયના બચ્ચાને આમરણના સલામત ઘુડખર વિસ્તારના જંગલમાં નીલગાયોના ટોળા સાથે મુકી વન વિભાગે એક નિલગાય જાતીના પરીવારથી વિખુટા પડેલા બચ્ચાને તેમના ઝુંડોમાં મુકી સારી એવી ફરજ નિભાવી હતી.

વાંઢ વિસ્તારમાં નાનપણથી ઉછરેલુ નિલગાયનુ આ બચ્ચુ મુસ્લિમ પરીવારના બકરા ભેંસ શ્વાનો મરધાઓ બધા સાથે હળી મળી રહેતા હતા અને નાના બાળકો દુકાને ભાગ લેવા જાય ત્યારે નીલગાય પણ બાળકો સાથે ગામમાં ભાગ સાથે દોટ મુકતુ બાળકોની સાથે નીલગાયને પણ ભાગ લેવા બાળકોને અલગ પૈસા આપી બાળકોની સાથે નાસ્તાનો આનંદ નીલગાય દરરોજ લેતી હોવાથી ફોરેસ્ટ વિભાગ આ નીલગાયને લેવા આવ્યા ત્યારે મુસ્લિમ મિંયાણા પરીવારના દ્યરમાંથી એક સભ્ય ઓછો થયો હોય તેમ બાળકો સહિત મહિલાઓના આંખમાથી આંસુ સરી પડયા હતા મુસ્લિમ પરીવારે જંગલી પશુના બચ્ચાને જીવનદાન આપી બાળકની જેમ ઉછેરી મોટુ કરી વન વિભાગને સોપ્યુ તે પ્રમાણીક પ્રેરણાદાયી અને સમાજને પ્રેરણા આપતુ દ્રશ્ય ફોરેસ્ટ ઓફિસરને સોપતી વખતે સર્જાયુ હતુ આમ મુસ્લિમ પરીવારે નીલગાયના બચ્ચાને મોતના મુખમાંથી બચાવી મોટુ કરી ફોરેસ્ટ વિભાગને સોપી માનવતા મહેકાવતા જીવદયા પ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી.

(11:59 am IST)