Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ઉનાની તડ ચેક પોસ્ટ પાસે કારમાં ર૭ હજારના દારૂ સાથે ર શખ્સો ઝડપાયા

ઉના, તા. ર૪ : તડ ચેક પોસ્ટ પાસે કાર ચેકીંગમાં દારૂની ૭૭ બોટલ કિ. ર૭૮પ૦ની સાથે સરમણ બાપોદરા અને શૈલેષ ચુડાસમાને પોલીસે પકડી પાડેલ હતા.

જુનાગઢ રેંજના આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી તથા જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક અમીત વસાવાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા ચૂંટણી અનુસંધાને કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નવાબંદર મરીન પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એમ.એસ. મંધરા તેમના સ્ટાફ સાથે નવાબંદર પો.સ્ટે. વિસ્તારના તડ ચેક પો.સ્ટે.થી વાહન ચેકીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે બે ઇસમો ઇનોવા ગાડીમાં ચોરખાનામાં દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની ભરી તડ ચેક પોસ્ટથી નિકળવાના છે તેવી હકીકત મળતા તડ ચેક પો.સ્ટે. વાહન ચેકીંગ દરમ્યાન સદરહું ઇનોવા ફોરવ્હીલ કાર ગાડી (જીજે૧૧એસએસ ૯૮૮૮)માં ચોરખાનામાં આવતા ચેક કરતા તેમાં ચોરખાનામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૭૭ની કુલ કિ.રૂ. ર૭૮પ૦ તથા ફોરવ્હીલ ગાડીની કિ.રૂ.૩,પ૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-ર કિ.રૂ.રપ૦૦ મળી કુલ કિ.રૂ. ૩,૮૦,૩પ૦ ના મુદામાલની હેરાફેરી દરમ્યાન આરોપીઓ (૧) સરમણભાઇ નેભાભાઇ બાપોદરા જાતે મેર ઉ.વ.૩ર, ધંધો-ખેતી રહે. બાપોદરા સીમવાડી વિસ્તાર તા. રાણાકંડોરણા જી. પોરબંદર (ર) શૈલેષભાઇ ભીખુભાઇ ચુડાસમા જાતે વાણંદ ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે. રામમંદિરની બાજુમાં દરજી ફળી રાણાકંડોરણા જી. પોરબંદર વાળાઓને પકી ધોરણસર અટકી કરી છે.

આ કામગીરીમાં નવાબંદર મરીન પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એસ.આઇ. મંધરા તથા પો.હેડ કોન્સ. એસ.બી. છેલાણા તથા પો.કોન્સ. પ્રવિણભાઇ બાલુભાઇ મોરી તથા કનકસિંહ નાનુભાઇ કાગડા તથા સંદીપભાઇ રામભાઇ સોલંકી તથા દર્શિતભાઇ ભાણાભાઇ પરમાર તથા નીતિનભાઇ હરીભાઇ તથા મેશભાઇ મનસુખભાઇ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

(11:58 am IST)