Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

શાપર-વેરાવળના સાઇબર ક્રાઇમના ગુન્હામાં ઝારખંડની જામતાંરા ગેંગના સહ આરોપીઓને એલસીબી રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપ્યા

રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં શાપર વેરાવળ ખાતે દાખલ થયેલ સાયબર ક્રાઇમ ફોડ ગુનામાં પ્રખ્યાત ઝારખંડ રાજયના જામતારા ગેંગના સહ આરોપીઓને એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો છે

 ગઇ તા. ૨૧/૦૫/૨૦૨૦ ના રોજ શાપર વે. પો.સ્ટે. ખાતે સાયબર ક્રાઇમ અંગેની અરજી આપેલ હતી. આ અરજીમાં અરજદારને ફોન કરી PayTM એકાઉન્ટ માટે KYC અપડેટ કરવાનુ કઢી, વિશ્વાસમાં લઇ, અરજદારના મોબાઇલ ફોનમાં પ્લે સ્ટોર માંથી Team Viewer Quicks નામની એપ્લીકેશન ઇન્ટોલ કરાવી અરજદારનો ફોન હેક કરી લઇ, અરજદારના PayTM એકાઉન્ટ સાથે જોડેલ બેંકના એકાઉન્ટ માંથી રૂપીયા PayTM માં ગીફટ વાઉંચરમાં ટ્રાન્સફર કરી, તે રકમ તથા ફરીયાદીના PayTM એકાઉન્ટમાં રહેલ રૂપીયાથી અલગ અલગ મોબાઇલ નંબરો તથા ઇલેકટ્રીક વીજ બીલના બીલો પેમેન્ટ કરી છેતરપીંડી કરેલ હોવાની વિગત જણાવેલ હતી.

  રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાઓએ આ અરજીમાં જણાવેલ બનાવની ગંભીરતા ધ્યાને લઇ તેમજ બીજા અન્ય કોઇ સાથે આવા ફ્રોડ ન થાય તે અસરથી આ ઇસમોને પકડી પાડી મુળ સુધી પહોંચવા અંગે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પો. ઇન્સ.એમ.એન.રાણા તથા એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસોને સુચના તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

  આ અરજીમાં જણાવેલ વિગત મુજબ પો. ઇન્સ.એમ.એન.રાણા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા આ અરજીમાં જણાવેલ વિગતની તપાસ કરી મોબાઇલ નંબરોમાં ભરાયેલ બીલ અંગે તપાસ કરતા ડાર્વીનભાઇ મનસુખભાઇ માંકડીયા રહે- રાજકોટ તયા અમીતસીંગ દરીયાસીંગ માન રહે- હાલ- જામનગર મુળ- હરીયાણા વાળાઓને બોલાવી તેઓની પુછપરછ કરતા તેઓની સંડોવણી તેમજ પ્રખ્યાત ઝારખંડ રાજયના જામતારા ગેંગના સંડોવણી જણાય આવેલ જેથી આ અંગે ફરીયાદીની ફરીયાદ લઇ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ હતો. આ ગુનાની તપાસ દરમ્યાન આરોપી- ડાર્વીનભાઇ મનસુખભાઇ માંકડીયા (રહે- રાજકોટ)તથા અમીતસીંગ દરીયાસીંગ માન (રહે- હાલ- જામનગર મુળ- હરીયાણા )વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ  ડાર્વિનભાઇ મનસુખભાઇ માંકડીયા જાતે- પટેલ (ઉ.વ. ૩૪)( રહે.રાજકોટ નાના-મૌવા સર્કલ, ગાંધી સ્કુલની પાસે, રીધ્ધી સીધ્ધી એપાર્ટમેન્ટ ફલેટ નં. ર૦૧) અમીતસીંગ દરીયાસીંગ માન જાતે- વૈરાગી (ઉવ.૨૬ ) ધંધો વેપાર (રહે.નંદનપાર્ક ૪ર/પ, બાલાજી-૩ પાસે દિગ્જામ મીલ જામનગર મુળ ગામ-પાજુ કલા, માનચોપાલ પાસે પો.સ્ટ.સફીદો તા.સફીદો જી.જીંદ રાજ્ય - હરીયાણા: પાસેથી રોકડ રકમ રૂ. ૧૨,૦૦૦/-, એક લેપટોપ કિ.રૂ. ૧૫,૦૦૦/-, એક કોમ્પ્યુટર કિ.રૂ. ૧૫,૦૦૦/- મોબાઇલ ફોન નંગ- ર કિ.રૂ. ૮,૦0૦/- કુલ મુદામાલ રૂ. ૫૦,૦૦૦/-કબ્જે કરેલ છે

 આ ફરીયાદ અન્વયેની હકિકત એવી છે કે આરોપી ડાર્વીનભાઇ મનસુખભાઇ માંકડીયા રહે- રાજકોટ કે જે શાપર વેરાવળ ખાતે પટેલ ટેલીકોમ( આઇડીયા કેર) ચલાવે છે તેના દ્રારા અલગ અલગ માણસો પાસેથી મોબાઇલ નંબરોના બીલ ભરવા માટે મોબાઇલ નંબરો મેળવી અને આ મોબાઇલ નંબરોના બીલો કોઇ પણ વ્યક્તિ સાથે ફ્રેડ થશે અને તેમાંથી આ રકમની ભરપાઇ થશે તેવું જાણતા હોવા છતા આ મોબાઇલ નૅબરો બીલ ભરવા માટે આરોપી- અમીતસીંગ દરીયાસીંગ માન (રહે- હાલ- જામનગર મુળ- હરીયાણા )ને  મોકલી અને આ આરોપી દ્રારા આ બીલોની રકમ ભરવા માટે ઝારખંડ રાજયના જામતારા ગેંગના સભ્ય રીષી નામના વ્યક્તિને મોકલી આ રીષી નામના વ્યક્તિએ તેના સાગરીત મારફતે ફરીયાદીના મોબાઇલ નંબર ઉપર ફોન કરાવી પોતે ગ્કિજાળ માંથી બોલતા હોવાનું જણાવી ફરીયાદીને PayTM એકાઉન્ટ માટે KYC અપડેટ કરવાનુ કહી, વિશ્વાસમાં લઇ, ફરીયાદીના મોબાઇલ ફોનમાં પ્લે સ્ટોર માંથી Team Viewer Quicks નામની એપ્લીકેશન ઇન્ટોલ કરાવી ફરીયાદીનો ફોન હેક કરી લઇ, ફરીયાદીના PayTM એકાઉન્ટ સાથે જોડેલ બેંકના એકાઉન્ટ માંથી રૂપીયા PayTM માં ગીફટ વાઉચરમો ટ્રાન્સફર કરી, તે રકમ તથા ફરીયાદીના PayTM માં રહેલ રૂપીયાથી અલગ અલગ મોબાઇલ નંબરો તથા ઇલેકટ્રીક વીજ બીલના બીલો પેમેન્ટ કરી ફરીયાદી સાથે તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીથી છેતરપીંડી કરેલ છે. આ રીષી દ્રારા અમીતસીંગ એ આપેલ મોબાઇલ નંબરોના બીલો ભરી તેના ફોટા મોકલાવે છે. અને આ બીલો ભર્યા બાદ બીજા દિવસે બીલ ભરવા માટે ગ્રાહકો પાસેથી લીધેલ રૂપીયામાંથી ડાર્વીનનું ૮ ટકા કમીશન તથા અમીતસીંગ નું ૧૦ ટકા કમીશન બાદ કરી બાકીની રકમ જામતારા ગૅંગના રીષીને તેના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે.
આ કામગીરી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પો. ઇન્સ એમ.એન.રાણા તથા એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા ML હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, બ્રિજરાજસિંહ જાડેજા,રવિદેવભાઇ બારડ,મહેશભાઇ જાની,બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો. કોન્સ. રહિમભાઇ દલ, મયુરસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર,દિવ્યેશભાઇ સુવા, ભાવેશભાઇ મકવાણા, અનીરૂધ્ધસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, અમુભાઇ વિરડા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(5:17 pm IST)