Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

જુનાગઢમાં સતત બીજી વાર વિજય થયેલ રાજેશભાઇ ચુડાસમાનું વિજય સરઘસ

જુનાગઢઃ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અને સંસદસભ્ય  રાજેશભાઇ ચુડાસમા ૧,૪૯૮૮૭ થી વધુ મતે વિજેતા જાહેર થતા તેઓનું જુનાગઢમાં વિજય સરઘસ નિકળ્યું હતું. જેમાં રાજેશભાઇનું ઠેર-ઠેર જગ્યાએ હાર પહેરાવી નગરજનો વેપારીઓ અને કોર્પોરેશન ટીમ દ્વારા સન્માન કરાયું હતું. ઉપરોકત તસ્વીરમાં રાજેશભાઇ સાથે વિજય સરઘસમાં જોડાયેલ પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ શહેર ભાજપના પ્રમુખ શશીકાન્ત ભીમાણી પુર્વ પ્રમુખ સંજય કોરડીયા તેમજ મેયર આદ્યાશકિત બેન મજમુદાર ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા કોર્પોરેશનના શાસક પક્ષના નેતા પુનીત શર્મા કોર્પોરેટર શૈલેષભાઇ દવે હિમાન્સુ પંડયા તેમજ સિધ્ધાર્થ  કે પંડયા  વિજય જોશી સહીતના નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:12 pm IST)