Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સુરેન્દ્રનગરમાં મહિલાના હાથે પુરૂષની હત્યા

મકાન ખાલી કરાવવા મુદ્દે વિનોદચંદ્ર વાણિયા (ઉ.૬૨) ઉપર નયના સોનીએ સળીયાના ઘા ઝીંકી દીધા

વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ટાઉનમા ઉટડી પુલ, જૈન દેરાસર પાસે રહેતા અને નિવૃત્ત્। જીવન ગુજારતા, વિનોદ ચંદ્ર વાડીલાલ વસાણી વાણિયા ઉવ. ૬૨ ઉપર તેમના જ ભાડુઆત ભરત ઉર્ફે કાળુભાઈ જયંતીભાઈ સતિકુવર જાતે સોનીની પત્ની નયનાબેન દ્વારા મકાન ખાલી કરવા બાબતે સળિયા વડે હુમલો કરતાં, માથામાં ગંભીર ઇજા થતાં, લીંબડી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા, સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. આ બાબતે મરણ જનાર ના પિતરાઈ ભાઈ મહેશભાઈ ધનજીભાઈ ગાંધી વાણિયા ઉ.વ.. ૫૨ રહે. જૂની સોસાયટી, લીંબડી જી. સુરેન્દ્રનગર એ લીંબડી પોલીસમાં ખૂનની ફરિયાદ નોંધાવતા લીંબડી પો.સ.ઇ. જી.જી.પરમાર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આરોપીને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવતા, લીંબડી પોલીસ હરકતમાં આવી ગઇ હતી.ંલીંબડી પોલીસને આ બાબતની જાણ કરવામાં આવતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પો.સ.ઇ. જી.જી.પરમાર તથા સ્ટાફના એ.એસ.આઇ.બાબુલાલ, તથા હે.કો.ઋતુરાજસિંહ, દિલાવરખાન, મહેશભાઈ, વિજયભાઈ, ઈન્દ્રસિંહ, કમાન્ડો મનીષભાઈ, ડ્રાઇવર હસમુખભાઈ, નરેન્દ્રસિંહ, સહિતની પોલીસ ટીમ તાત્કાલિક હોસ્પિટલ તથા બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ અને આ બનાવમાં સંડોવાયેલ આરોપી નયનાબેન રામભાઈ રાણાભાઇ સોયા જાતે ગઢવી ઉવ. ૩૪ રહે. જૈન દેરાસર પાસે, ઊંટડી પુલ, લીંબડી ઘરે થી નીકળી જતા, લીંબડી હાઇવે નજીકથી રાઉન્ડ અપ કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ, લીંબડી પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવતા, ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપી નયનાબેન ભરતભાઇ સોની ને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપી નયનાબેન ને ગુન્હા સંબંધે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા, ગુન્હાની કબૂલાત કરેલ છે અને છેલ્લા બે ત્રણ દિવસથી આ મરણ જનાર પોતાના મકાનમાલિક વિનોદભાઈ વાણિયા મકાન ખાલી કરાવવા બાબતે માથાકુટ કરતાં હોય, બપોરના સમયે પોતાના મકાનને તાળું મારી પોતાનો સામાન બહાર ફેકવા લગતા, બોલાચાલી થયેલ અને પોતાના વાળ પકડી પછડાતા, પોતે સળિયો ઉગામી માથામાં મારતા, વધુ વાગતા, ઓસરીમાં સોફા ઉપર પડી ગયેલ હતા. ત્યારબાદ પોતાના પતિ કે જેઓ એસ. ટી. ખાતે હોટલમાં મજૂરી કામ કરતા હોય, તેઓ આવી જતા ૧૦૮ મા સરકારી દવાખાને મોકલેલાની કબૂલાત કરવામાં આવેલ છે.લીંબડી પોલીસ સ્ટેશનના પોસઇ જી.જી.પરમાર તથા રાઇટ બાબુલાલ દ્વારા લાશનું પોસ્ટ મોર્ટમ કરાવી, આગળની કાર્યવાહી તથા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.(૨૧

(3:55 pm IST)