Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

માંગરોળના સાંઢા ગામે ૭૦૦ વર્ષ પુરાણુ મંદિર મળી આવ્યું: ખોદકામ દરમ્યાન માતાજીની મુર્તિ પણ મળી

ગામી પરિવાર દ્વારા આગામી ૩૦,૩૧ તારીખે યજ્ઞનું આયોજન

 જુનાગઢ તા.૨૪: માંગરોળ તાલુકાના સાંઢા ગામે જમીન માં ખોદકામ દરમ્યાન સાતસદી પુરાણુ મંદિર મળી આવ્યું હતું.

 કેશોદ લેઉવા પટેલ સમાજ ના યુવાન પ્રતિકભાઇ ગામી એ જણાવ્યું હતુંકે સાંઢા ગામની અંદર જમીનના ખોદકામ દરમ્યાન ગામી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાનું ૭૦૦ વર્ષ જુનું મંદિર હોવાનું કહેલ.

 તેઓએ વધુમાં જણાવેલ કે સોૈપ્રથમ ગામી પરિવારે બારોટના ચોપડે ખરાઇ કરી થોડો સમય પહેલા ખોદકામની શરૂઆત કરી હતી. અને આ મંદિર અંદાજીત ૭૦૦ વર્ષ જુનું તથા અંદાજીત સંવત ૧૫૮૫માં ૧૦૦૦ કોરી (તે સમયની પુંજી) ના ખર્ચે બનાવાયેલ હતું જે માહિતીપણ બારોટના ચોપડા  માંથી મળી આવેલ છે.

આ મંદિર માંથી ભવાની માતાની ૩ ફુટ ઉંચી શિલ્પ માં કંડારાયેલી મુર્તિ તથા મંદિર માં કોતરણી મળી આવેલ છે અને એવુ માનવામાં આવી રહયું છે કે ત્યાં બીજા માતાજીની મુર્તિ હોવાની પણ સંભાવના છે. આ ખોદકામ માટે ગામી પરિવાર સાથે ગ્રામજનો જોડાયા સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો. આગામી તા. ૩૦,૩૧ ના રોજ આ પુરાણ મંદિર મળી આવેલ ત્યાં ગામી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં ગામી પરિવારના ભાઇઓ બહેનો એ ઉપસ્થિત રહેવા પ્રતિકભાઇ ગામીએ નિમંત્રણ પાઠવ્યું છે.(૧.૭)

(12:07 pm IST)