Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કચ્છમાં પાંચ ચોરઉ કાર સાથે બે શખ્સોની ધરપકડ

ભુજ, તા.૨૪: ગુજરાત બહારથી કારની ચોરી કરી કચ્છમા લાવી વહેંચવાનનુ કૌભાડ પુર્વ કચ્છ એલ.સી.બીએ ઝડપ્યુ છે. પુર્વ કચ્છ એલ.સી.બીને મળેલી બાતમી આધારે ભચાઉના હિમંતપુરા વિસ્તારમાં રહેતા રણવિરસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી તેની પુછપરછ કરી હતી. જેમાં તેની તપાસમાં તેને વીજય પુનશીભાઇ ગઢવીનુ નામ આપ્યુ હતુ બન્નેની પુછપરછ કરતા તેઓ બહારથી તેના અન્ય બે સાગરીતોની મદદથી કાર કચ્છમાં લાવી આર.ટી.ઓમાં નામ ટ્રાન્સફર કરી કચ્છમા વહેંચતા હોવાની કેફીયત આપી હતી. જેથી પુર્વ કચ્છ એલ.સી.બીએ પાંચ ચોરાઉ કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા બે આરોપીઓ નિરોણા રહેતા શિવો ઉર્ફે પ્રકાશ ગોવિંદ ભાનુશાળીના સંપર્કમા આવ્યા હતા. અને પ્રકાશ કલકત્ત્।ાના મહમંદ મુસ્તફા તથા શ્રીકાંત શર્મા સાથે ઓળખાણ કરાવી સસ્તી કિમંતી કાર મેળવતા અને ત્યાર બાદ શીવા ઉર્ફે પ્રકાશ તે કારના ભુજમાં આર.ટી.ઓ કચેરીમાં ડોકયુમેન્ટ બનાવી ત્યાર બાદ તેને વહેંચી નાંખતા હતા. નવાઇની વાત એ છે. કે ભુજ આર.ટી.ઓ મા આ શંકાસ્પદ કારની પાર્સીગ પણ કરી નખાતુ હતુ. જેથી પોલિસે હાલ બે શખ્સનો ધરપકડ સાથે પાંચ કાર કબ્જે કરી છે. અને આદિપુર પોલિસને વધુ તપાસ માટે સુપ્રત કરાયા છે. હાલ ૩૦ લાખના મુદ્દામાલ સાથે પોલિસે શંકાસ્પદ કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે

આ અગાઉ પણ બોગસ દસ્તાવેજોથી લઇ વાહનો અને બોગસ લાઇસન્સના કિસ્સામા આર.ટી.ઓ એજન્ટની સંડોવણી ખુલી ચુકી છે. પરંતુ આર.ટી.ઓ સુધી તપાસ પહોંચ્યા બાદ તે અટકી જાય છે. ત્યારે હવે પોલિસ માટે પડકાર એ રહેશે કે ભુજમાં એજન્ટો શુ એ વાતથી અજાણ હતા કૌભાડમાં તેની પણ સંડોવણી છે.? પોલિસે અન્ય ફરાર શખ્સોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. તો રીમાન્ડ મેળવી તપાસ એ પણ કરાશે કે કચ્છ સહિત રાજયમાંથી આવી કેટલી કારની ચોરી તેઓએ કચ્છમાં આવી રીતે કેટલી કારના ડોકયુમેન્ટ બનાવી કાર વહેંચી નાંખી (૨૩.૭)

(12:01 pm IST)