Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ભાણવડના જીપીએસસી પાસ કરનાર ચંદ્રીકાબેન મકવાણાને રાજરત્ન એવોર્ડ

જુનાગઢ તા.૨૪: દેવભુમિ દ્વારકાના ભાણવડ ગામની દિકરી અને હાલ જુનાગઢ મંગલધામ રહેતી ચંદ્રીકાબેન ખીમજીભાઇ મકવાણા નામની યુવતીને તેમની માતા રામુબેન મેપાભાઇ પરમારના આર્શિવાદ થી યુપીએસસી-જીપીએસસી ૨૦૧૭-૧૮ માં સફળતા મેળવી છે.

આથી તેમને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમદાવાદ ખાતે તાજેતરમાં રાજરત્ન એવોર્ડથી  સન્માન કરાયું હતું.

ચંદ્રીકાબેન એ કલા સંસ્કૃતિમાં દિલ્હી ખાતે ડો. બી.આર. આંબેડકર નેશનલ એવોર્ડ અને એકસલન્સ આર્કિટેક એવોર્ડ મેળવી ગોૈરવ વધાર્યુ છે.

 જીપીએસસીની પરિક્ષા પાસ કરી અને આર્કિટેક ઓફિસર તરીકે ચંદ્રીકાબેન મકવાણાની પસંદગી થઇ છે.

 આ હોનહાર વિદ્યાર્થીનીને આ સફળતા પ્રાપ્ત કરવા બદલ અભિનંદન વર્ષા થઇ રહી છે.(૯.૧)

 

(11:57 am IST)