Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મેંદરડામાં કોન્‍ટ્રાકટર ઉપર ૪ શખ્‍સોનો હૂમલોઃ રૂા. ૧.૭૮ લાખની મત્તાની લૂંટ

હિસાબનાં મુદ્દે સ્‍વીફટ કારમાં તોડફોડ પણ કરી

જૂનાગઢ તા. ર૪ :.. મેંદરડામાં કોન્‍ટ્રાકટર ઉપર ૪ શખ્‍સોએ હૂમલો કરી રૂા. ૧.૭૮ લાખની મત્તાની લૂંટ ચલાવી અને સ્‍વીટ કારમાં તોડફોડ પણ કરતા સનસની મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢ  જિલ્લાનાં વંથલી તાલુકાનાં લુવાસર ગામે રહેતા ગર્વનમેન્‍ટ કોન્‍ટ્રાકટર ગોવિંદ રામજીભાઇ સીંગલએ મેંદરડાના નાની ખોડીયારના દિનેશ મુળાભાઇ ખાણીયાને મજૂરી કામ આપેલ.

આ કામનો હિસાબ કરવાનાં પ્રશ્ને બંને જણા મેંદરડામાં આલીધ્રા રોડ ખાતે ભેગા થયા હતાં.

ભારે દિનેશ ખાણીયા તેમજ રણજીત અને આશિષ ઉપરાંત એક અજાણ્‍યા શખ્‍સે ગોવિંદભાઇની સ્‍વીફટ કારનો કાચ તોડી  નુકશાન પહોંચાડયું છે.

તેમજ હૂમલો કરી રૂા.૯પ હજારનો સોનાનો ચેન, રૂા. પપ હજારની બે વીંટી, રૂા. ૧૬ હજારની રોકડ તેમજ મોબાઇલ મળી કુલ રૂા. ૧.૭૮ લાખની માલતાની લંૂટ ચલાવી  ચારેય જણા નાસી ગયા હતાં.

લૂંટના બનાવની તપાસ મેંદરડા પોલીસ ચલાવી રહી છે.  

(11:57 am IST)