Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઉપલેટાઃ દલિત યુવાન ઉપર દમનના બનાવમાં ન્યાય આપવા આવેદનપત્ર

ઉપલેટા તા.ર૪: શાપર વેરાવળ ગામે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ ભંગાર એકઠો કરવાની નજીવી બાબતે દલિત યુવાન પર નિર્લજ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ તેમના પરીવારોને યોગ્ય ન્યાય તેમજ સહાય ન મળતા સમગ્ર ગુજરાતના દલિતોમાં રોષ ઠેર-ઠેરથી આવેદનપત્ર રજુ કરી આરોપીઓ સામે કાનુની પગલા સહીત પરીવારોને સહાય આપવાની માંગણી કરી રહ્યાં છે.

ઉપલેટા દલિત સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને તેઓના પરીવારને આર્થીક સહાય કરવા અંગેની માંગણી સહીતનું આવેદનપત્ર રજુ કરી દલિત એકતા આંદોલનમાં જોડાયા હતા.  સમાજના આગેવાનો બાબુભાઇ રાઠોડ, ધર્મેશભાઇ ભાષા, પ્રફુલભાઇ પારધી, બાલાભાઇ સાંડપા સહીતના આગેવાનોએ ઉગ્ર રજુઆત કરી હતી.

(10:36 am IST)