Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઝાલાવાડમાં ૩૩૪ જળસંચય કાર્યોના કારણે ૬૭૭૦૯૧ ઘનમિટર પાણીનો સંગ્રહ વધશે

વઢવાણ - સુરેન્દ્રનગર તા.  ગુજરાત સરકારે અમલમાં મુકેલી સુજલામ સુફલામ જળસંચય યોજનાને સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે અને સ્વયંભુ રીતે આ મહાયજ્ઞનું કાર્ય આગળ વધી રહયું છે.

આ યોજના હેઠળ પાણી સંગ્રહ કરવાના કામો પૈકી કુલ ૩૩૪ કામો હાલ પ્રગતિમાં છે. જેમાં ૨૦૮ જેસીબી/હીટાચી મશીનો દ્વારા અને ૧૯૭૦ ટ્રેકટરો ડમ્પરો અને ૯૨૦૦ મજુરોની મદદથી આ જળસંચયના કામો પૂર્ણતાને આરે છે.આ કામો થવાથી ૬૭૭૦૯૧ ધનમીટર જેટલી પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. આ કામો પાછળ આજ સુધીમાં રૃપિયા ૩૭૫.૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર સરદાર નિગમ લી. તરફથી ૧૬ કી.મી. લાંબી પાઈપ લાઈન સાફ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તે સામે નિગમે ૧૦૦ ટકા કામગીરી પુરી કરી ૧૬ કી.મી. લાંબી નહેરની સફાઈનું કામ પૂર્ણ કર્યું છે. જેનાથી નર્મદા નહેરમાં પાણી વહેવડાવવાની ક્ષમતામાં બમણો થશે.

ઉપરોકત કામો પૈકી સૌથી વધુ કામો સિંચાઈ વિભાગ કરી રહયું છે. આજની તારીખે સિંચાઈ વિભાગના ૧૯૨ કામો પૈકી ૧૭૫ જળસંચયના કામો ચાલુ છે. જેમાં ૧૮૯ જેસીબી/હીટાચી મશીનરી ૧૮૩૫ ટ્રેકટર અને ડમ્પર તેમ જ ૫૬૭૪ મજુરોની મદદથી ૩૦ કામો પુરા કરવામાં આવ્યા છે. આ કામોથી ૫૪૦૦૦૦ ધન મીટર પાણીનો સંગ્રહ થશે.

જયારે લોકભાગીદારીથી ૧૨ કામો પગ્રતિમાં છે અને તેના પર ૨૮૮ મજુરો કામ કરી રહયા છે. આ ઉપરાંત રાજય સિંચાઇ વિભાગ હેઠળ ૩, મનરેગા હેઠળ ૬૭, વોટરશેડ યોજના હેઠળ ૪૨, વન વિભાગ દ્વારા ૨૨ અને નગરપાલિકા દ્વારા ૧૩ કામો ચાલી રહયા છે. આ માસના અંત પહેલા નિર્ધારીત કરેલા જળસંચયના કામો પુરા કરવામાં આવશે. (૨૧.૩)

(9:31 am IST)