Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

જૂનાગઢ પાસે ટ્રેન હડફેટે આવી જતા ૨૨ વર્ષના યુવકનું મૃત્‍યુ

જૂનાગઢમાં આધેડે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાધો

(વિનુ જોશી દ્વારા ) જુનાગઢ તા. ૨૪ :  જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન હેઠળના મહેતાનગરમાં રહેતા અજય નાથાભાઈ રાઠોડ ઉ. વ. ૨૨ નામનો યુવાનને મોડી રાત્રિના ટ્રેને હડફેટે લેતા તેનું માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થવાથી મળત્‍યુ નીપજ્‍યું હતું. આ બારામાં તાલુકા પોલીસે રમેશભાઈ રાઠોડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 જૂનાગઢના મધુરમ વિસ્‍તારમાં આવેલ અદિતીનગરમાં રહેતા સુરેશભાઈ રણછોડભાઈ ખંભાયતા (ઉ. વ. ૪૭)એ માથાના દુખાવાની બીમારીથી કંટાળી જઈને ખાટલો ભરવાની પાટીથી ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી

(1:52 pm IST)